Jal Jeevan Mission યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરશે PM મોદી, અત્યાર સુધી આટલા પરિવારોને મળ્યો છે લાભ
વાઘાણીએ ગાંધીનગરમાં મીડિયા કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોમાં જલ જીવન મિશનના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે"
Jal Jeevan Mission: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, ઉત્તરાખંડ, મણિપુર અને ગુજરાત (Gujarat) સહિત પાંચ રાજ્યોમાં જલ જીવન મિશનના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતેન્દ્ર વાઘાણી (Education Minister Jitendra Vaghani) એ જણાવ્યું હતું કે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ (2nd October Gandhi Jayanti) નિમિત્તે પીએમ મોદી ગુજરાતમાં જલ જીવન મિશનના લાભાર્થીઓ સાથે જોડાશે, જે પાંચ રાજ્યોમાંનું એક છે જ્યાં દ્વિ માર્ગી સંવાદ (Two Way Talk) નું આયોજન કરવામાં આવ્યું છે.
વાઘાણીએ ગાંધીનગરમાં મીડિયા કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોમાં જલ જીવન મિશનના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે”. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતમાં 12,084 ગામો સહિત 87.6 ટકા ઘરોમાં નળના પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. ખરેખર, ગામોમાં પાણીની અછતને જોતા જલ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી.
જલજીવન મિશનની જાહેરાત 15 ઓગસ્ટ 2019 ના રોજ કરવામાં આવી હતી ભારતમાં હજુ પણ ઘણા એવા ગામો છે જ્યાં લોકોને પાણી મેળવવા માટે બીજાના ઘરોમાં અથવા સાર્વજનિક નળ પર જવું પડે છે. આવી સ્થિતિમાં, 15 ઓગસ્ટ 2019 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન (JJM) ની લાલ કિલ્લાના પટમાંથી જાહેરાત કરી હતી, જે લાભાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવશે. આ મિશનનો ઉદ્દેશ 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરને નળનું પાણી આપવાનું છે.
19 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને લાભ મળ્યો જ્યારે મિશનની જાહેરાત કરવામાં આવી ત્યારે 18.93 કરોડ ગ્રામીણ પરિવારોમાં માત્ર 3.23 કરોડ (17 ટકા) પાસે નળના પાણીના જોડાણો હતા. આ રીતે, 2024 સુધીમાં, લગભગ 15.70 કરોડ પરિવારોને નળના પાણીના જોડાણો આપવાના હતા. આ ઉપરાંત, હાલની તમામ પાણી પુરવઠા પ્રણાલીઓ અને નળના પાણીના જોડાણો સુનિશ્ચિત કરવાના હતા. આ કાર્યક્રમથી 19 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને સીધો ફાયદો થયો છે અને જાહેર આરોગ્યમાં સુધારો થયો છે.
આ પણ વાંચો: Narendra Giri Death: આરોપી આનંદગિરિનું લેપટોપ અને આઇફોન જપ્ત, આશ્રમના CCTV કેમેરાની DVR ગાયબ
આ પણ વાંચો: ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની યુવતી સાથે અંગત પળો માણી હોવાની કબૂલાત, આજે કોર્ટમાં રજૂ કરાશે