PM Modi Nepal Visit: વડાપ્રધાન મોદી 16 મેના રોજ જશે નેપાળ, લુમ્બીનીનો પણ કરશે પ્રવાસ

|

May 04, 2022 | 9:53 PM

વર્ષ 2019માં બીજી વખત ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળની આ પ્રથમ મુલાકાત હશે. આ કાર્યક્રમમાં મોદીની સાથે નેપાળના વડાપ્રધાન દેઉબા પણ હાજરી આપશે.

PM Modi Nepal Visit: વડાપ્રધાન મોદી 16 મેના રોજ જશે નેપાળ, લુમ્બીનીનો પણ કરશે પ્રવાસ
Prime Minister Narendra Modi
Image Credit source: Image Credit Source: File Photo

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 16 મેના રોજ નેપાળની (Nepal) ટૂંકી મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીની (Lumbini) મુલાકાત લેશે. નેપાળના વડા પ્રધાનના પ્રેસ સલાહકાર અનિલ પરિયારના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન મોદી તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબાના (Sher Bahadur Deuba) આમંત્રણ પર હિમાલયીય યાત્રા કરશે. અધિકારીએ જણાવ્યું કે, બુદ્ધ પૂર્ણિમાના અવસર પર વડાપ્રધાન મોદી લગભગ એક કલાકની તેમની મુલાકાત દરમિયાન પશ્ચિમ નેપાળમાં લુમ્બીની જશે. બુદ્ધ પૂર્ણિમા ભગવાન બુદ્ધની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે, વર્ષ 2019માં બીજી વખત ચૂંટાયા બાદ વડાપ્રધાન મોદીની નેપાળની આ પ્રથમ મુલાકાત હશે. આ કાર્યક્રમમાં મોદીની સાથે નેપાળના વડાપ્રધાન દેઉબા પણ હાજરી આપશે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે હજુ સુધી વડાપ્રધાન મોદીની નેપાળ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.

ગયા મહિનાની શરૂઆતમાં નેપાળના વડાપ્રધાન શેર બહાદુર ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચ્યા હતા અને કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી. નેપાળના વડા પ્રધાન દેઉબા તેમની પત્ની અર્જુ રાણા દેઉબા અને પ્રતિનિધિમંડળ સાથે એક દિવસની મુલાકાતે વારાણસી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન શાળાના બાળકોએ ભારત અને નેપાળના ધ્વજ લહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

નેપાળના વડાપ્રધાન એપ્રિલ મહિનામાં પત્ની સાથે વારાણસી આવ્યા હતા

દેઉબા તેમની પત્ની સાથે કાલ ભૈરવ મંદિર પહોંચ્યા અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની આગેવાનીમાં દર્શન પૂજા કર્યા પછી તેઓ સીધા કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા, જ્યાં ડમરો અને ફૂલોની વર્ષા વચ્ચે વડા પ્રધાન શેર બહાદુરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી નેપાળના વડાપ્રધાને વૈદિક વિધિ અનુસાર ભગવાન શિવનો રુદ્રાભિષેક કર્યો. પૂજા કર્યા બાદ નેપાળના વડાપ્રધાનને શોર્ટ ફિલ્મ દ્વારા કાશી વિશ્વનાથ ધામના ઈતિહાસ અને નિર્માણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આ પછી દેઉબા ગંગા ઘાટ પર ગયા અને માતા ગંગાના દર્શન કર્યા. આ પછી તેમણે પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વારાણસીમાં નેપાળના વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે સંસ્કૃતિ વિભાગ વતી એરપોર્ટથી શ્રી કાશી વિશ્વનાથ ધામ અને તાજ હોટલ સુધીના 15 સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એપ્રિલમાં નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સરહદ મુદ્દાના ઉકેલ માટે દ્વિપક્ષીય મિકેનિઝમ સ્થાપિત કરવા અપીલ કરી હતી. મોદી અને દેઉબાએ, તેમની વ્યાપક વાતચીત પછી બિહારના જયનગરથી નેપાળમાં કુર્થા સુધીના 35-km-લાંબા રેલ નેટવર્કનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું, 90-km-લાંબી પાવર ટ્રાન્સમિશન લાઇનની શરૂઆત કરી અને નેપાળમાં રૂપિયા પેમેન્ટ કાર્ડ રજૂ કર્યા.

 

Next Article