Gujarati NewsNationalPm modi to dedicate national salt memorial in the memory of mahatma gandhi dandi yatra in navsari gujarat
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, દેશને અર્પણ કરશે મહાત્મા ગાંધીની આ ખાસ પ્રતિમા, જુઓ VIDEO
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. આ દિવસે દેશભરમા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. વડાપ્રધાન મોદી પણ આજે ગુજરાતની મુલાકાતે છે. અને આ મુલાકાત દરમિયાન મોદી દેશને ‘રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક’ અપર્ણ કરશે. સાથે જ વડાપ્રધાન મોદી આજની ગુજરાત મુલાકાત દરમિયાન સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ભૂમિ પૂજન કરશે. રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકમાં […]
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. આ દિવસે દેશભરમા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. વડાપ્રધાન મોદી પણ આજે ગુજરાતની મુલાકાતે છે. અને આ મુલાકાત દરમિયાન મોદી દેશને ‘રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક’ અપર્ણ કરશે.
સાથે જ વડાપ્રધાન મોદી આજની ગુજરાત મુલાકાત દરમિયાન સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ભૂમિ પૂજન કરશે.
રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે. ત્યાં, 80 અન્ય સત્યાગ્રહીઓનું સ્ટેચ્યૂ પણ બનાવવામાં આવ્યા છે જે લોકો મહાત્મા ગાંધીની સાથે ઐતિહાસિક દાંડી માર્ચનો ભાગ રહ્યાં હતા.
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
મહાત્મા ગાંધીએ આ આંદોલન 1930માં અંગ્રેજો વિરૂદ્ધ લડત આપવા માટે શરૂ કર્યું હતું. નવસારી જિલ્લાના દાંડી સ્થિત આ સ્મારકમાં ઐતિહાસિક 1930ની મીઠા યાત્રાની વિવિધ ઘટનાઓ અને વાર્તાઓ દર્શાવતા 24 ચિત્રો પણ છે.
વડાપ્રધાન મોદી સ્મારકનું ઉદઘાટન કર્યા બાદ એક જનસભા પણ સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા દાંડી કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા સુરત જશે જ્યાં તેઓ એક જનસભા સંબોધશે. ત્યારબાદ પીએમ મોદી સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં યુવાનોને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી આજે જ શ્રીમતી રસીલાબેન સેવંતીલાલ શાહ વીનસ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે અને ત્યાંની સુવિધાઓ ચકાસશે.