G-7 સમિટમાં ભાગ લેવા માટે PM મોદી કેનેડા જશે, કહ્યું- નવા ઉત્સાહથી કામ કરીશું

જસ્ટિન ટ્રુડો સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચે ઘણા મુદ્દાઓ પર સંબંધો બગડ્યા હતા. જો કે, પીએમ મોદીએ શુક્રવારે કહ્યું કે, તેઓ આ મહિનાના અંતમાં કેનેડામાં યોજાનારી G-7 સમિટમાં હાજરી આપશે. આ સમિટ 15 થી 17 જૂન દરમિયાન યોજાવાની છે.

G-7 સમિટમાં ભાગ લેવા માટે PM મોદી કેનેડા જશે, કહ્યું- નવા ઉત્સાહથી કામ કરીશું
| Updated on: Jun 06, 2025 | 9:10 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં કેનેડામાં યોજાનારી G-7 સમિટમાં હાજરી આપશે. પીએમ મોદીએ શુક્રવારે કહ્યું કે, તેઓ આ મહિનાના અંતમાં કેનેડામાં યોજાનારી G-7 સમિટમાં હાજરી આપશે અને તેઓ તેમના નવા ચૂંટાયેલા કેનેડિયન પીએમ માર્ક કાર્નીને મળશે.

જસ્ટિન ટ્રુડો સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઘણા મુદ્દાઓ પર બગડ્યા હતા. હવે એવામાં પીએમ મોદી કેનેડા પહોંચી શકે છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવા માંગશે તેમજ એક નવી શરૂઆત કરવા માંગશે . જણાવી દઈએ કે, પીએમ માર્ક કાર્ની અને પીએમ મોદી જો મળશે તો ઘણા નવા પરિમાણો બહાર આવી શકે છે.

નવા જોશથી કામ કરવા તૈયાર

પીએમ મોદીએ ‘X’ પર હતું કે, ભારત અને કેનેડા બંને દેશો લોકો વચ્ચે ઊંડા સંબંધો ધરાવતા જીવંત લોકશાહી રાષ્ટ્રો છે. હવે બંને દેશો પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે નવા જોશથી સાથે મળીને કામ કરશે. અમે સમિટમાં મળવા માટે ઉત્સુક છીએ.


પીએમ મોદીએ તાજેતરની ચૂંટણીઓમાં કાર્નેની જીત પર તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના પહેલા જસ્ટિન ટ્રુડોની સરકાર દરમિયાન ખાલિસ્તાની અલગતાવાદીઓની પ્રવૃત્તિ સહિત અનેક મુદ્દાઓને કારણે ભારત-કેનેડા સંબંધો થોડા ઠંડા પડ્યા હતા.

2025 G-7 નેતાઓની સમિટ 15 થી 17 જૂન દરમિયાન કેનેડાના આલ્બર્ટાના કનાનાસ્કીસમાં યોજાશે. ગયા મહિને વિદેશ મંત્રાલયે બે વખત કહ્યું હતું કે, G7 સમિટ માટે વડાપ્રધાન મોદીની કેનેડા મુલાકાત વિશે કોઈ માહિતી આવી નથી.

કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી. કેનેડાના તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નરેન્દ્ર મોદી સરકાર પર આ ઘટનામાં સંડોવણીનો આરોપ લગાવ્યો ત્યારે આ મામલો વિશ્વ મંચ પર ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, ભારતે ટ્રુડોના આરોપોને નકારી કાઢ્યા હતા.

G-7 શું છે?

‘G-7’એ વિશ્વની સૌથી વધુ ઔદ્યોગિક અર્થવ્યવસ્થાનો એક અનૌપચારિક સમૂહ છે. જેમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુનાઇટેડ કિંગડમ, જાપાન, યુએસએ અને કેનેડાનો સમાવેશ થાય છે. આ સિવાય યુરોપિયન યુનિયન (EU), IMF, વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે.

કેનેડા જેવા દેશમાં લોકો સારા એજ્યુકેશન અને જોબ માટે જતા હોય છે ત્યારે કેનેડાએ હવે ત્યાં PR માટે નવા 2 ઈમિગ્રેશન પ્રોગ્રામ લોન્ચ કર્યા છે ત્યારે આ સિવાય અન્ય માહિતી જાણવા અહીં ક્લિક કરો