ભારતીય જનતા પાર્ટી (BJP) આજે તેનો 42મો સ્થાપના (BJP 42th foundation day) દિવસ ઉજવી રહી છે અને આ અવસર પર પાર્ટી મોટા પાયે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi) બુધવારે પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપના કાર્યકરો, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સંબોધિત કરશે. તેમજ આ ખાસ દિવસે PM મોદી સહિત પાર્ટીના તમામ સાંસદ કમળના ફૂલના પ્રતીકવાળી ભગવી ટોપી પહેરીને સંસદ પહોંચશે. મંગળવારે બીજેપી હેડક્વાર્ટર(BJP Headquarter) ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા બીજેપી મહાસચિવ અરુણ સિંહે (Arun Singh) કહ્યું હતુ કે પાર્ટી 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશભરમાં સામાજિક ન્યાયના મુદ્દા પર કાર્યક્રમોનું આયોજન કરશે.
વધુમાં તેમણે કહ્યું કે આ અભિયાન દરમિયાન પાર્ટીના કાર્યકરો મોદી સરકારની (Modi Government) જન કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવશે. આ સાથે 14 એપ્રિલના રોજ બી.આર.આંબેડકર જયંતિ નિમિત્તે પણ અભિયાન દરમિયાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
Tomorrow, 6th April is a special day for us BJP Karyakartas. We mark the foundation day of our Party. We recall all those who have built the party and served people tirelessly. At 10 AM tomorrow will be addressing fellow Karyakartas. Do join… https://t.co/WtLWSVszkb
— Narendra Modi (@narendramodi) April 5, 2022
પાર્ટીના અન્ય સાંસદોની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાર્ટીના સ્થાપના દિવસે ભગવા ટોપી પહેરેલા જોવા મળશે. પાર્ટીએ તેના સ્થાપના દિવસની ખાસ તૈયારીઓ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બીજેપી સાંસદોને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ અને મહત્વકાંક્ષી યોજનાઓનો પ્રચાર કરવા અને પાર્ટીના સ્થાપના દિવસથી લઈને 20 એપ્રિલ સુધી લોકો વચ્ચે કામ કરવા જણાવ્યું હતું.
બીજી તરફ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ પાર્ટીના સ્થાપના દિવસે પ્રથમ વખત વિદેશી રાજદૂતોના સમૂહ સાથે વાતચીત કરશે અને તેમને તેની વિચારધારા, સંસ્કૃતિ અને કાર્યપદ્ધતિથી માહિતગાર કરશે. પાર્ટીના ઓવરસીઝ અફેર્સ સેલના પ્રભારી વિજય ચૌથાઈવાલેએ જણાવ્યું હતું કે, નડ્ડાની એશિયાઈ અને યુરોપીયન દેશોના 13 રાજદૂતો સાથે વાતચીત ‘ભાજપને જાણો’ નામના કાર્યક્રમ હેઠળ યોજાશે.
તેમણે જણાવ્યું હતું કે, બુધવારે સાંજે ભાજપના મુખ્યાલયમાં વિદેશી રાજદૂતો ને પાર્ટીની એક દસ્તાવેજી ફિલ્મ પણ બતાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અધ્યક્ષ પાર્ટીના ઈતિહાસ, સંઘર્ષ અને સફળતાઓ વિશે વાત કરશે.વિજય ચતુરવાલેએ જણાવ્યું હતું કે ભાજપના વડા દ્વારા આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ છે અને વિદેશી રાજદૂતો સાથે વાતચીતની આ પ્રક્રિયા આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આ કાર્યક્રમ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે મહિનાભરના કાર્યક્રમોનો એક ભાગ છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : આજે છે ભાજપનો સ્થાપના દિવસ, જાણો ઈતિહાસમાં 6 એપ્રિલે નોંધાયેલી મોટી ઘટનાઓ
Published On - 9:09 am, Wed, 6 April 22