PM મોદીનું સ્વચ્છ ભારત અભિયાન લાવ્યું દેશમાં ક્રાંતિ, ઘેર ઘેર બન્યા શૌચાલય
PM મોદી સત્તામાં આવતા જ ઘણા કાર્યો શરુ કર્યા જેમાં સ્વચ્છ ભારત અભિયાન જે માત્ર સફાઈ અભિયાન જ નથી પરંતુ એક સામાજિક ક્રાંતિ બનીને દેશમાં ચાલ્યું. પીએમના આ અભિયાન હેઠળ ઘરે ઘરે શૌચાલયો બન્યા તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય લેવલની સરકારી શાળાઓમાં પણ શૌચાલયની સુવિધા મળવાના કારણે લાખો દીકરીઓને શિક્ષણની સાથે સન્માન પણ મળ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. 2014 માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા આ પછી નરેન્દ્ર મોદીએ અનેક મોરચે લોકોને રાહત આપી છે. આ સમય દરમિયાન, તેમણે મહિલા સશક્તિકરણ અને સંરક્ષણ ક્ષેત્રમાં ઘણા એવા કાર્યો કર્યા છે, જેને દેશ લાંબા સમય સુધી યાદ રાખશે.
સ્વચ્છ ભારત અભિયાન દેશમાં લાવ્યું પરિવર્તન
PM મોદીના સત્તામાં આવ્યા આ પછી દેશે પાછું વળીને નથી જોયું. હાલ ભારત દેશનું જે સમ્માન અન્ય દેશો સામે છે તે સમ્માન અપાવનાર ભારતના આ હોનહાર વડાપ્રધાન મોદી છે. PM મોદી સત્તામાં આવતા જ ઘણા કાર્યો શરુ કર્યા જેમાં સ્વચ્છ ભારત અભિયાન જે માત્ર સફાઈ અભિયાન જ નથી પરંતુ એક સામાજિક ક્રાંતિ બનીને દેશમાં ચાલ્યું.
પીએમના આ અભિયાન હેઠળ ઘરે ઘરે શૌચાલયો બન્યા તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય લેવલની સરકારી શાળાઓમાં પણ શૌચાલયની સુવિધા મળવાના કારણે લાખો દીકરીઓને શિક્ષણની સાથે સન્માન પણ મળ્યું છે. શાળામાં શૌચાલય ન હોવાના કારણે વિદ્યાર્થિનીઓને ઘણી મુશ્કેલીઓ થતી હતી. આ પછી પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાનની શરુઆત દેશમાં નવું પરિવર્તન લઈને આવ્યું.
ઘેર ઘેર શાળાઓ તેમજ ગામોમાં બન્યા શૌચાલય
આ દરમિયાન PM મોદીએ સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય એક એવો સંક્લ્પ આપ્યો અને આ સંકલ્પે શાળાઓમાં પરિવર્તન લાવ્યું. પ્રધાનમંત્રીએ એક એવી પ્રેરણા આપી જેણે લાખો કરોડો લોકોને શાળાઓમાં સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા. એક સમય હતો, જ્યારે ગુજરાત સહિત દેશની હજારો શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય નહોતાં. માસિક ચક્રના દિવસોમાં ઘણી છોકરીઓને સ્કૂલે જઈ શકતી ન હતી અને અભ્યાસ વચ્ચે છૂટતો હતો.
2014માં શરૂ થયેલ સ્વચ્છ ભારત અભિયાને દેશમાં ઘણો મોટો બદલાવ આવ્યો. આ દરમિયાન પીએમ એ સંકલ્પ આપ્યો કે સંકલ્પ એક જ – દરેક ગામ, દરેક શાળા, દરેક ઘરમાં શૌચાલય હોવું જોઈએ. આ મિશન હેઠળ લાખો શૌચાલય ગામ, શાળા, ઘરોમાં શૌચાલયો બનાવાયા.
