
ગત 7 મેના રોજ, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલીવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિ માસે રજૂ કરાતા મન કી બાત કાર્યક્રમ પ્રસારીત થયો હતો. પીએમ મોદીએ કહ્યું, “આજે આખો દેશ આતંકવાદ સામે એક થયો છે, ગુસ્સાથી ભરેલો છે અને દૃઢ નિશ્ચયી છે. આજે દરેક ભારતીયનો એક જ સંકલ્પ છે કે આપણે આતંકવાદનો અંત લાવવો પડશે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સૈન્ય દળોએ જે બહાદુરી દર્શાવી છે તેનાથી દરેક ભારતીય ગર્વ અનુભવે છે.”
તેમણે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના દાંત ખાટા કરવામાં ભારતીય સૈન્ય જવાનોની જવામર્દીની સાથેસાથે ભારતમાં બનેલ સ્વદેશી શસ્ત્રોનુ પણ યોગદાન રહ્યું હોવાનું જણાવ્યું હતું. પીએમ મોદીએ ફરી એકવાર સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશનો ઉલ્લેખ કરતા સૌ કોઈને અપિલ કરી હતી કે, ભારતમાં બનેલ વસ્તુનો ઉપયોગ કરે.
Operation Sindoor is not just a military mission; it is a picture of our resolve, courage and a transforming India: PM Modi in #MannKiBaat#PMModiMannKiBaat #TV9Gujarati pic.twitter.com/TTHrSaMZWc
— Tv9 Gujarati (@tv9gujarati) May 25, 2025
પીએમ મોદીએ કહ્યું, “છેલ્લા પાંચ વર્ષમાં, ગુજરાતના ગીરમાં સિંહોની વસ્તી 674 થી વધીને 891 થઈ ગઈ છે. ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં મહિલાઓને વન અધિકારીઓના પદ પર મોટા પાયે તૈનાત કરવામાં આવી હતી. વન્યજીવ સંરક્ષણ માટે, આપણે હંમેશા આ રીતે સતર્ક અને સતર્ક રહેવું પડશે.” સિંહની વસ્તી ગણતરી કેટલી જટીલ હોય છે તેનો ઉલ્લેખ કરીને સિંહ સંવર્ઘન માટે વન વિભાગમાં મહિલા અધિકારી-કર્મચારીઓની ભરતીની પણ વાત કરી હતી.
The population of lions in Gir, Gujarat has increased from 674 to 891: PM Modi in #MannKiBaat#PMModiMannKiBaat #TV9Gujarati pic.twitter.com/EuZQinI4Tn
— Tv9 Gujarati (@tv9gujarati) May 25, 2025
પીએમ મોદીએ એક એવા ગામનો ઉલ્લેખ કર્યો, જ્યાં આઝાદી બાદ પહેલીવાર બસ પહોંચી છે. તેમણે કહ્યું, “બસમાં મુસાફરી કરવી એ ખૂબ જ સામાન્ય વાત છે. પણ હું તમને એક એવા ગામ વિશે કહેવા માંગુ છું જ્યાં પહેલી વાર બસ આવી.” બસના આગમનને લોકોએ ઢોલ નગારા વગાડીને વધાવી લીધી હતી. પીએમ મોદીએ કહ્યું, “ત્યાંના લોકો વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે બસ પહેલીવાર ગામમાં પહોંચી ત્યારે લોકોએ ઢોલ વગાડીને તેનું સ્વાગત કર્યું. આ સ્થળ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં છે અને આ ગામનું નામ કાટેઝારી છે.”
છત્તીસગઢનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, “મન કી બાતમાં, અમે છત્તીસગઢમાં આયોજિત બસ્તર ઓલિમ્પિક અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં વિજ્ઞાન પ્રયોગશાળાઓ વિશે ચર્ચા કરી છે. અહીંના બાળકોને વિજ્ઞાન પ્રત્યે જુસ્સો છે. તેઓ રમતગમતમાં પણ અજાયબીઓ કરી રહ્યા છે.”
તેમણે કહ્યું, “આવા પ્રયાસો દર્શાવે છે કે આ વિસ્તારોમાં રહેતા લોકો કેટલા હિંમતવાન છે. આ લોકોએ તમામ પડકારો વચ્ચે પોતાનું જીવન સુધારવાનો માર્ગ પસંદ કર્યો છે. મને એ જાણીને પણ ખૂબ આનંદ થયો કે દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓમાં દાંતેવાડા જિલ્લાના પરિણામો ખૂબ સારા રહ્યા છે.”
ઉત્તર-પૂર્વના વખાણ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે સ્થળ વિશે કંઈક અલગ છે; ત્યાંની ક્ષમતા અને પ્રતિભા ખરેખર અદ્ભુત છે. મને ક્રાફ્ટેડ ફાઇબર વિશે એક રસપ્રદ વાર્તા મળી. ક્રાફ્ટેડ ફાઇબર્સ માત્ર એક બ્રાન્ડ નથી, તે સિક્કિમની પરંપરા, વણાટની કળા અને આજના ફેશન વિચારસરણીનું સુંદર મિશ્રણ છે. તેની શરૂઆત ડૉ. ચેવાંગ નોર્બુ ભૂટિયા દ્વારા કરવામાં આવી હતી. તેઓ વ્યવસાયે પશુચિકિત્સક છે અને હૃદયથી સિક્કિમની સંસ્કૃતિના સાચા બ્રાન્ડ એમ્બેસેડર છે.
દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.