વડાપ્રધાન મોદીએ 41,500 કરોડના 9 પ્રોજેક્ટની કરી સમીક્ષા, કહ્યું ‘મિશન મોડમાં થાય કામ’

|

Feb 22, 2023 | 10:09 PM

આ નવ પરિયોજનાનો સંચિત ખર્ચ 41,500 કરોડ રૂપિયાથી વધારે છે અને આ 13 રાજ્ય છતીસગઢ, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, અસમ, ગુજરાત, મહારાષ્ટ્ર અને અરૂણાચલ પ્રદેશથી સંબંધિત છે.

વડાપ્રધાન મોદીએ 41,500 કરોડના 9 પ્રોજેક્ટની કરી સમીક્ષા, કહ્યું મિશન મોડમાં થાય કામ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામેલ કરીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે ICT આધારિત મલ્ટી-મોડલ પ્લેટફોર્મ, પ્રગતિની 41મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં નવ મુખ્ય માળખાકીય પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી.

નવ પરિયોજનાઓમાંથી 3 પરિયોજનાઓ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની, બે પરિયોજનાઓ રેલ મંત્રાલયની અને 1-1 પરિયોજના પાવર મંત્રાલય, કોલસા મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની હતી.

આ નવ પરિયોજનાનો સંચિત ખર્ચ 41,500 કરોડ રૂપિયાથી વધારે છે અને આ 13 રાજ્ય છતીસગઢ, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, અસમ, ગુજરાત, મહારાષ્ટ્ર અને અરૂણાચલ પ્રદેશથી સંબંધિત છે. બેઠકમાં મિશન અમૃત સરોવરની પણ સમીક્ષા કરવામાં આવી.

આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !
આજનું રાશિફળ તારીખ : 28-09-2024
અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા

આ પણ વાંચો: ખેડૂતો બાદ હવે મજૂર વર્ગને પણ પોતાની સાથે જોડવાની કોંગ્રેસની ખાસ રણનીતિ, 2024ની ચૂંટણી જીતવા માટે છે આ ખાસ પ્લાન

વડાપ્રધાને મંત્રાલયો અને રાજ્ય સરકારોને મુખ્ય માળખાકીય પ્રોજેક્ટની યોજના બનાવવા માટે PM ગતિશક્તિ પોર્ટલનો ઉપયોગ કરવાની સલાહ આપી. તેમને પરિયોજનાઓને સમયસર પૂર્ણ કરવા માટે જમીન સંપાદન અને અન્ય મુદ્દાઓના ઝડપી નિરાકરણ પર ભાર મૂક્યો. તેમને કેન્દ્ર સરકારના મંત્રાલયો અને રાજ્ય સરકારોની વચ્ચે યોગ્ય સમન્વય સુનિશ્ચિત કરવા પર ભાર મુક્યો.

અમૃત સરોવરનું કામ પૂર્ણ કરવાની સલાહ

વાતચીત દરમિયાન વડાપ્રધાને ‘મિશન અમૃત સરોવર’ની પણ સમીક્ષા કરી. તેમને ડ્રોનના માધ્યમથી કિશનગંજ, બિહાર અને બોટાદ ગુજરાતમાં અમૃત સરોવર સ્થળોની સમીક્ષા કરી. વડાપ્રધાને તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારોને ચોમાસુ આવ્યા પહેલા મિશન મોડમાં અમૃત સરોવરનું કામ પૂર્ણ કરવાની સલાહ આપી. વડાપ્રધાને યોજના હેઠળ 50000 અમૃત સરોવરના લક્ષ્યને સમય પર પૂર્ણ કરવા માટે બ્લોક સ્તરના મોનિટરિંગ પર ભાર આપ્યો.

મિશન અમૃત સરોવરનો વિચાર સમગ્ર દેશમાં જળાશયોના કાયાકલ્પ કરવા માટે છે, જે ભવિષ્ય માટે જળ સંરક્ષણમાં મદદ કરશે. મિશન પૂર્ણ થયા બાદ વોટર હોલ્ડિંગ કેપેસિટીમાં અપેક્ષિત વધારો 500 મિલિયન ક્યુબિક મીટર જેટલો થવાનો છે. અંદાજિત કાર્બન જપ્તી દર વર્ષે આશરે 32,000 ટન હશે અને ભૂગર્ભજળ રિચાર્જમાં 22 મિલિયન ઘન મીટરથી વધુ વધારો થવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે પ્રગતિ બેઠક દરમિયાન અત્યાર સુધી 15.82 લાખ કરોડ રૂપિયાના કુલ ખર્ચવાળી 328 પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી ચૂકી છે.

Next Article