PM Modi એ પુલવામાના શહીદોને યાદ કર્યા, કહ્યું સુરક્ષાદળો પર ગર્વ, તેમની બહાદુરી પેઢીઓને પ્રેરણા આપશે

|

Feb 14, 2021 | 4:00 PM

PM Modi એ રવિવારે ચેન્નઈમાં અર્જુન મેઈન બેટલ ટેન્ક (એમકે -1 એ) ભારતીય સૈન્યને સોંપી હતી. આ દરમ્યાન તેમણે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને પણ યાદ કર્યા.

PM Modi એ પુલવામાના શહીદોને યાદ કર્યા, કહ્યું  સુરક્ષાદળો પર ગર્વ, તેમની બહાદુરી પેઢીઓને પ્રેરણા આપશે

Follow us on

PM Modi એ રવિવારે ચેન્નઈમાં અર્જુન મેઈન બેટલ ટેન્ક (એમકે -1 એ) ભારતીય સૈન્યને સોંપી હતી. તેની બાદ પીએમ મોદી ₹ 3,770 કરોડના ખર્ચે બનેલા ચેન્નાઈ મેટ્રો રેલ ફેઝ -1 વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું.આ દરમ્યાન તેમણે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે પુલવામા હુમલો બે વર્ષ પહેલા આ દિવસે થયો હતો. અમે હુમલામાં માર્યા ગયા  તે તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. અમને  સુરક્ષા દળો પર ગર્વ છે. તેમની બહાદુરી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકીઓએ Pulwama મોટા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. સમગ્ર દેશમાં આ હુમલા બાદ લોકોમાં ભારે રોષ હતો. તેમજ આ જવાનોની શહીદીના બારમાં દિવસે ભારતે પાકિસ્તાનમાં આતંકી કેમ્પ પર હુમલો કરીને આતંકી અને પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો હતો. જેના આતંકીઓના બેસ કેમ્પને ભારતે તબાહ કરી નાંખ્યો હતો જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા.

જ્યારે ચેન્નાઇ પહોંચેલા પીએમ મોદીએ અહીં ઘણા અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ પણ શરૂ કર્યા. આ પ્રોજેક્ટ ઇનોવેશન અને સ્વદેશીનાં ઉદાહરણો છે જે દેશના વિકાસને આગળ વધારશે. આ ઉપરાંત પીએમ મોદીએ એમ.જી.રામચંદ્રન અને જયલલિતાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

PM Modi  એ ₹ 3,770 કરોડના ખર્ચે બનેલા ચેન્નાઈ મેટ્રો રેલ ફેઝ -1 નું ઉદ્ઘાટન કર્યું

આ દરમ્યાન પીએમ મોદી ₹ 3,770 કરોડના ખર્ચે બનેલા ચેન્નાઈ મેટ્રો રેલ ફેઝ -1 વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું. . તેમણે વાશરમેનપેટથી વિમ્કો નગર સુધીની સેવાને પણ રવાના કરી હતી.મેટ્રો રેલ નો નવ દશમલવ પાંચકિલોમીટર લાંબો આ વિસ્તાર ટ્રેક ઉત્તર ચેન્નાઇને એરપોર્ટ અને સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનને જોડશે.

પીએમ મોદીએ આજે ​​ચેન્નાઈ બીચ અને એટ્ટીપટ્ટુ વચ્ચેની ચોથી 22 કિલોમીટરની રેલ્વે લાઇનનું ઉદઘાટન પણ કર્યું હતું. 293.40 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 22.1 કિ.મી.ની લાઇન ચેન્નાઈ અને તિરુવલ્લુર જિલ્લામાંથી પસાર થાય છે અને ચેન્નાઈ બંદર અને તેની આસપાસના ટ્રાફિકને સુવિધા પૂરી પાડશે.

પીએમ મોદીએ આઈઆઈટી મદ્રાસના ડિસ્કવરી કેમ્પસનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રથમ તબક્કામાં 2 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં આ કેમ્પસના નિર્માણ માટે ₹ 1000 કરોડનો ખર્ચ થશે.

વડાપ્રધાને વિલ્લુપુરમ-કુડ્લોર-થંજાવર અને મલાદુતુરઇ-તિરુવરુર રેલ્વે લાઇનના વીજળીકરણનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. 423 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ આ 228 કિ.મી.ના વીજળીકરણથી ચેન્નાઇ ઇગમોર અને કન્યાકુમારી વચ્ચેનું ટ્રેક્શન બદલાવ્યા વિના ટ્રેનોની સરળતાથી દોડી શકશે.

Next Article