વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)આજે ઉજ્જૈનમાં મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ બાદ તેમણે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મહાકાલ લોકનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શિવરાજ સિંહ તેમને મહાકાલ લોક વિશે માહિતી આપી રહ્યા હતા. જ્યારે પીએમ મોદી કોરિડોર(Mahakal Corridor)માંથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં મોટી સંખ્યામાં કલાકારો પરફોર્મન્સ આપી રહ્યા હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલના દરબારમાં પહોંચીને પૂજા અર્ચના કરી હતી. ઉજ્જૈન પહોંચ્યા બાદ પીએમ મોદી સીધા મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. પંડિત ઘનશ્યામ પૂજારીએ મંદિરમાં પૂજા કરાવી હતી. ઉજ્જૈન પહોંચ્યા બાદ શહેરી પ્રશાસન મંત્રી ભૂપેન્દ્ર સિંહે હેલિપેડ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
Ujjain, MP | PM Modi dedicates to the nation Shri Mahakal Lok to the nation. Phase I of the Mahakal Lok project will help in enriching the experience of pilgrims visiting the temple by providing them with world-class modern amenities.
CM Shivraj Singh Chouhan also present. pic.twitter.com/LAZAjErXu1
— ANI (@ANI) October 11, 2022
દિવ્યતા, ભવ્યતા અને આધ્યાત્મિકતાના સંગમ સમાન મહાકાલ કોરિડોરને આકાર પામવામાં 4 વર્ષ લાગ્યા છે. મહાકાલના પ્રાંગણને 856 કરોડના ખર્ચે બે તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યું છે. તેના પૂર્ણ થયા બાદ 2.8 હેક્ટરમાં ફેલાયેલ મહાકાલનો સમગ્ર વિસ્તાર 47 હેક્ટર બની જશે. ભક્તો 946 મીટર લાંબા કોરિડોર પર ચાલીને મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પહોંચશે.
કોરિડોર પર ચાલતી વખતે બાબા મહાકાલના અદ્ભુત સ્વરૂપો જ નહીં, પરંતુ શિવ મહિમા અને શિવ-પાર્વતી વિવાહની વાર્તા પણ જોવા અને સાંભળવા મળશે. મહાકાલ લોકના નિર્માણ પછી, તે એકમાત્ર મંદિર બની ગયું છે જ્યાં ભક્તો દર્શન સાથે શિવ સાથે જોડાયેલી દરેક વાર્તા જાણી શકે છે. તેને બનાવતી વખતે પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હૈદરાબાદથી ખાસ છોડ લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત શમી, બેલપત્ર, લીમડો, પીપળો, રૂદ્રાક્ષ અને વડના વૃક્ષનું પણ વાવેતર કરવામાં આવ્યું છે.
Published On - 6:49 pm, Tue, 11 October 22