વડાપ્રધાન મોદી આજે કરશે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ની શરૂઆત, જુઓ VIDEO

|

Aug 29, 2019 | 4:33 AM

વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય ખેલ દિવસ પર ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ની શરૂઆત કરશે. કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગ્યાથી ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં થશે. તેનો ઉદ્દેશ દેશમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. આ અભિયાન હેઠળ દરેક કોલેજ અને વિશ્વ વિદ્યાલયને 15 દિવસનો ફિટનેસ પ્લાન પણ તૈયાર કરવો પડશે અને તેને તેમની કોલેજ કે વિશ્વ વિદ્યાલયના પોર્ટલ, વેબસાઈટ […]

વડાપ્રધાન મોદી આજે કરશે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત, જુઓ VIDEO

Follow us on

વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય ખેલ દિવસ પર ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ની શરૂઆત કરશે. કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગ્યાથી ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં થશે. તેનો ઉદ્દેશ દેશમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. આ અભિયાન હેઠળ દરેક કોલેજ અને વિશ્વ વિદ્યાલયને 15 દિવસનો ફિટનેસ પ્લાન પણ તૈયાર કરવો પડશે અને તેને તેમની કોલેજ કે વિશ્વ વિદ્યાલયના પોર્ટલ, વેબસાઈટ પર અપલોડ કરવો પડશે.

ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટને રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે હોકીના જાદૂગર ધ્યાનચંદનો જન્મદિવસ પણ છે. ફિટ ઈન્ડિયા અભિયાનમાં ઉદ્યોગજગત, ફિલ્મજગત, રમતજગત સિવાય અન્ય ઘણી હસ્તીઓ પણ સામેલ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ અભિયાન પર ભારત સરકારના રમત મંત્રાલય સિવાય માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય જેવા મંત્રાલયો એકબીજાના તાલમેલથી કામ કરશે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ ‘મન કી બાત’માં કહ્યું હતું કે 29 ઓગસ્ટને ‘રાષ્ટ્રીય રમત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે અમે દેશભરમાં ‘ફિટ ઈન્ડિયા આંદોલન’ કરવાના છીએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તાજેતરમાં જ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પર સરકારને સલાહ આપવા માટે એક સમિતીનું ગઠન કરવામાં આવ્યું હતું. સમિતીમાં ભારતીય ઓલમ્પિક સંઘ (IOA)રાષ્ટ્રીય ખેલ સંઘ (NSF), સરકારી અધિકારી અને જાણીતી ફિટનેસ હસ્તીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article