PM Modi એ અમદાવાદ એરપોર્ટ પર યોજી બેઠક, સીએમ રૂપાણી અને ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ રહ્યાં હાજર

PM Modi એ અમદાવાદ એરપોર્ટ પર યોજી બેઠક, સીએમ રૂપાણી અને ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ રહ્યાં હાજર

| Edited By: | Updated on: Mar 06, 2021 | 6:32 PM

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા અને કેવડીયા કોલોની ખાતે કમાન્ડર કોન્ફરન્સમાં સંબોધન બાદ અમદાવાદ એરપોર્ટ પર પરત ફરેલા પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર બેઠક યોજી હતી.

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા અને કેવડીયા કોલોની ખાતે  કમાન્ડર કોન્ફરન્સમાં સંબોધન બાદ અમદાવાદ એરપોર્ટ પર પરત ફરેલા PM Modi એ અમદાવાદ એરપોર્ટ પર બેઠક યોજી હતી. આ બેઠકમાં PM Modi , મુખ્યપ્રધાન વિજય રૂપાણી,ગૃહપ્રધાન પ્રદીપસિંહ,બીજલ પટેલ અને ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ સાથે મિટિંગ યોજી હતી. આ બેઠકમાં 12 મી માર્ચે યોજાનાર દાંડી યાત્રાને લઈને ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ ઉપરાંત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ પણ મિટિંગમાં હાજર હોવાના લીધે કોઈ મહત્વના પ્રોજેક્ટનું ગુજરાતમાં આગમન થાય તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી. PM Modi ૧૨ મી માર્ચના રોજ ફરી પાછા ગુજરાત ના મહેમાન બનશે. આ સમયે તે તે સમયે ગાંધી આશ્રમની મુલાકાત લેશે.