કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારી, ઉચ્ચસ્તરીય બેઠકમાં PM MODI એ કહ્યું દેશભરમાં શરૂ કરો 1500 ઓક્સિજન પ્લાન્ટ

|

Jul 09, 2021 | 5:13 PM

High level meeting on oxygen : અધિકારીઓએ કહ્યું કે દેશભરમાં 1500 થી વધુ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. આ બધા ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાં જ ચાર લાખથી વધુ ઓક્સિજન બેડને તેનો લાભ મળશે.

કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારી,  ઉચ્ચસ્તરીય બેઠકમાં PM MODI એ કહ્યું દેશભરમાં શરૂ કરો 1500 ઓક્સિજન પ્લાન્ટ
PM Modi held a high level meeting on the availability of oxygen

Follow us on

DELHI : કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી અવારનવાર મીટિંગો કરી રહ્યા છે, અને ભવિષ્યમાં ઓક્સિજનની અછત ન રહે તે માટે પગલાં પણ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ 9 જુલાઈને શુક્રવારે દેશમાં ઓક્સિજન (oxygen )ની ઉપલબ્ધતાને અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને વહેલી તકે પીએમ કેર્સ ફંડ (PM Cares) ની મદદથી “પ્રેશર સ્વિંગ એડોપ્શન” (PSA ) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ (oxygen plants) સ્થાપવા જણાવ્યું હતું. આ સાથે જ આ આદેશના અમલની ખાતરી કરવા અને આ માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું.

1500 થી વધુ ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીને આ બેઠકમાં PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના સંબંધિત કાર્યની પ્રગતિની જાણકારી આપવામાં આવી હતી. બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું કે દેશભરમાં 1500 થી વધુ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. જેના માટે વિવિધ મંત્રાલયો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા ફાળવવામાં આવેલા ફંડ ઉપરાંત પીએમ કેર્સ (PM Cares) તરફથી ફાળવવામાં આવેલા ફંડનો ઉપયોગ કરવામાં આવનાર છે.

4 લાખથી વધુ ઓક્સિજન બેડને મળશે લાભ
વડાપ્રધાનને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ બધા ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાં જ ચાર લાખથી વધુ ઓક્સિજન બેડને તેનો લાભ મળશે. PMO અનુસાર વડાપપ્રધાન મોદીએ અધિકારીઓને ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી માટે હોસ્પિટલ સ્ટાફની યોગ્ય તાલીમ સુનિશ્ચિત કરવા સુચના આપી હતી. તેમણે કહ્યું કે પ્લાન્ટની જાળવણી માટે તમામ જિલ્લાઓમાંપ્રશિક્ષિત કર્મચારીઓ ઉપલબ્ધ હોવા જોઈએ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

8000 થી વધુ લોકોને અપાશે તાલીમ
બેઠક દરમિયાન અધિકારીઓ દ્વારા દરમિયાન વડાપ્રધાન મોદી કહેવામાં આવ્યું હતું કે નિષ્ણાતો દ્વારા તાલીમ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે અને તેમના માધ્યમથી દેશભરમાં 8000 થી વધુ લોકોને તાલીમ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વડાપ્રધાને આ ઓક્સિજન પ્લાન્ટની કામગીરી પર નજર રાખવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો : 8 લાખની FD અને પત્નીના ઘરેણાં ગીરવે મુકીને આ આચાર્યએ હાઈસ્કુલના 1000 વિદ્યાર્થીઓની સ્કુલ ફી માફ કરી

Published On - 5:11 pm, Fri, 9 July 21

Next Article