G7 Summit: PM મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની જવા રવાના, 28મીએ UAE પણ જશે

|

Jun 26, 2022 | 6:34 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) G7 સમિટની (G7 Summit) બેઠકમાં ભાગ લેવા માટે જર્મની જવા રવાના થયા છે.

G7 Summit:  PM મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની જવા રવાના, 28મીએ UAE પણ જશે
PM મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની રવાના થયા
Image Credit source: ANI

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)G7 સમિટની (G7 Summit) બેઠકમાં ભાગ લેવા માટે જર્મની જવા રવાના થયા છે. બેઠક બાદ પીએમ મોદી 28 જૂને UAEની પણ મુલાકાત લેશે. અહીં તેઓ સંયુક્ત આરબ અમીરાતના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના (Sheikh Khalifa bin Zayed Al Nahyan) નિધન પર શોક વ્યક્ત કરશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી લગભગ બે મહિનામાં બીજી વખત જર્મની ગયા છે. અગાઉ, વડા પ્રધાન મોદી 2 મેના રોજ જર્મનીની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે 6ઠ્ઠી ભારત-જર્મની આંતરસરકારી સલાહકાર બેઠકમાં ભાગ લીધો હતો.

PM મોદી જર્મની જવા રવાના, જુઓ Video

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

G7 એ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનો સમૂહ છે

તમને જણાવી દઈએ કે G7 ગ્રૂપ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનો સમૂહ છે, જેનું નેતૃત્વ હાલમાં જર્મની કરી રહ્યું છે. આ જૂથમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે. વિદેશ સચિવે કહ્યું કે G7 સમિટ જર્મનીની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે, જેમાં આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને અન્ય ઘણા ટોચના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

જર્મનીમાં પીએમ મોદીનો કાર્યક્રમ કંઈક આવો હશે

ક્વાત્રાએ કહ્યું કે જર્મનીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી બે સત્રોને સંબોધિત કરી શકે છે, જેમાં એક સત્ર પર્યાવરણ, ઉર્જા, આબોહવા પર હશે અને બીજા સત્રમાં ખાદ્ય સુરક્ષા, લિંગ સમાનતા અને લોકશાહી જેવા વિષયો સામેલ હશે. આ સમિટની સાથે સાથે, વડા પ્રધાન સમિટમાં ભાગ લેનારા કેટલાક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીને G7 સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને ઉચ્ચ સ્તરીય રાજકીય સંપર્કોની પરંપરાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે.

PM મોદી 28 જૂને UAE જશે

તે જ સમયે, G7 સમિટમાં ભાગ લીધા પછી, વડાપ્રધાન મોદી 28 જૂને સંયુક્ત આરબ અમીરાત જશે. વડાપ્રધાન મોદી સંયુક્ત આરબ અમીરાતની તેમની મુલાકાત દરમિયાન UAEના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનને વ્યક્તિગત શ્રદ્ધાંજલિ આપશે. તમને જણાવી દઈએ કે યુએઈના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું 13 મેના રોજ અવસાન થયું હતું. આ સિવાય પીએમ મોદી શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને UAEના નવા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પણ પાઠવશે. આ દિવસે એટલે કે 28 જૂનની રાત્રે પીએમ મોદી UAEથી સ્વદેશ પરત ફરશે.

Published On - 6:34 am, Sun, 26 June 22

Next Article