કોરોનાની સ્થિતિ પર PM MODI એ યોજી ઉચ્ચસ્તરીય બેઠક, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધી અવલોકન કર્યું
ઉચ્ચસ્તરીય બેઠકમાં PM MODI એ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી અપગ્રેડ કરવા આદેશ કર્યો છે.
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ દેશમાં કોરોના ઇન્ફેક્શનની કથળતી સ્થિતિ ઉપર ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે દેશમાં હાજર મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી. બેઠકમાં વડાપ્રધાને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી અપગ્રેડ કરવા આદેશ આપ્યો છે. વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ઓક્સિજન દવાઓની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં આ થઇ ચર્ચા બેઠકમાં અધિકારીઓએ PM MODI ને કહ્યું હતું કે રાજ્યોને આપવામાં આવતા ઓક્સિજન ક્વોટામાં વધારો કરવામાં આવ્યો છે. તે પણ જણાવવામાં આવ્યું હતું કે ઓગસ્ટ 2020માં, દેશમાં દરરોજ 5,700 મેટ્રિક મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન થતું હતું, જે 25 એપ્રિલ 2021ના રોજ વધીને 8,922 મેટ્રિક થઈ ગયું છે. અધિકારીઓની અપેક્ષા છે કે એપ્રિલના અંત સુધીમાં દેશમાં દરરોજ 9,250 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થશે.
ઉચ્ચસ્તરીય બેઠકમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ અને કોવિડ મેનેજમેન્ટ પર કાર્યરત એમ્પાવર્ડ ગ્રુપે બેડ,ICUની ઉપલબ્ધતામાં વધારો કરવાના પ્રયત્નો અંગે વડાપ્રધાન મોદી (PM MODI)ને માહિતી આપી. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ મેનેજમેન્ટને લગતી માર્ગદર્શિકા અને વ્યૂહરચનાને યોગ્ય રીતે લાગુ કરવાની જરૂર છે.
સંદેશાવ્યવહાર પર કાર્યરત એમ્પાવર્ડ ગ્રુપે પીએમ મોદીને બેઠકમાં જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીને ઓક્સિજનના અભાવને દૂર કરવા માટે ભારતીય વાયુસેના અને ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
During the three meetings with the empowered groups we discussed:
Oxygen situation and ways to further scale up capacities.
Creating more medical infrastructure.
Ways to deepen awareness on COVID-19 protocols. https://t.co/oUlMLqbr8R
— Narendra Modi (@narendramodi) April 27, 2021
PM MODI એ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે રાજ્ય સરકારો સાથે મળીને PSA ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે શરૂ કરવા.અધિકારીઓએ વડાપ્રધાનને પણ સંદેશ આપ્યો છે કે તેઓ રાજ્યોને PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
દેશમાં કોવિડ-19ના 3,23,144 નવા કેસ, મૃતકોની સંખ્યા બે લાખની નજીક પહોંચી ગઈ દેશમાં 27 એપ્રિલને મંગળવારે એક દિવસમાં કોરોના વાયરસથી 3,23,144 લોકો સંક્રમિત થયા બાદ કુલ કેસની સંખ્યા વધીને 1,76,36,307 થઈ ગઈ છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે રીકવરી દર 82.54 ટકા જેટલો નીચે આવી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મંગળવારે 2,771 લોકો ચેપને કારણે મૃત્યુ પામ્યા છે અને મૃત્યુઆંક વધીને 1,97,894 પર પહોંચી ગયો છે.