સુરતમાં વડાપ્રધાન મોદીને યુવાનોએ પૂછ્યું, ‘How is the Josh ?’, મોદીએ પણ આપ્યો જોશ ભર્યો જવાબ
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે પહોંચ્યા ત્યારે તેમણે સુરત ખાતે યોજાયેલ ન્યૂ ઇન્ડિયા કોન્કલેવ 2019માં વિરોધીઓ પર કટાક્ષની સાથે યુવાનોમાં જોશ ફૂંક્યું હતું. મોદીએ કહ્યું કે, આગામી સમય ભારત માટે શાનદાર છે. સાથોસાથ એમણે એ પણ લલકાર કર્યો કે, જે લોકોએ દેશને લૂંટ્યો છે એમને છોડવામાં નહીં આવે. જેણે દેશને લૂંટ્યો […]

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે પહોંચ્યા ત્યારે તેમણે સુરત ખાતે યોજાયેલ ન્યૂ ઇન્ડિયા કોન્કલેવ 2019માં વિરોધીઓ પર કટાક્ષની સાથે યુવાનોમાં જોશ ફૂંક્યું હતું. મોદીએ કહ્યું કે, આગામી સમય ભારત માટે શાનદાર છે. સાથોસાથ એમણે એ પણ લલકાર કર્યો કે, જે લોકોએ દેશને લૂંટ્યો છે એમને છોડવામાં નહીં આવે. જેણે દેશને લૂંટ્યો છે તેણે એક દિવસ તો જેલમાં જવું જ પડશે.
મોદીએ પોતાના ભાષણમાં સર્જીકલ સ્ટ્રાઈકથી લઈને ન્યુ ઈન્ડિયા અને વિકાસની વાતો કરી હતી. નોટબંધી કરીને લાખો કંપનીઓને તાળા લગાવી દીધાં હતાં. તમારો એક મત મને પાંચ વર્ષથી દોડાવી રહ્યો છે. જેવા ઘણાં મુદ્દાઓ પર વાત કરી હતી. તેમજ યુવાનોએ તેમને પૂછ્યું How’s the Josh? જેનો પણ વડાપ્રધાન મોદીએ પોતાના જ અંદાજમાં જવાબ આપ્યો હતો.
#Surat: PM Modi addresses youths at New India Youth Conclave, begins speech with 'How's the josh?'#Gujarat #TV9News pic.twitter.com/TjbW8bdAxc
— Tv9 Gujarati (@tv9gujarati) January 30, 2019
સુરત સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શહેરના યુવાનો, મહિલાઓ, બુધ્ધિજીવીઓને ન્યૂ ઇન્ડિયા કોન્કલેવ 2019માં સંબોધતાં સવાલોના જવાબ આપ્યા હતા. એમણે વિવિધ શ્રોતાના સવાલોના જવાબ આપ્યા હતા. કાર્યક્રમમાં 15 હજારથી વધુ પ્રોફેશનલો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરી છે. અમેરિકાના મેડિસન સ્ક્વેરની થીમ પર સુરતના ઈનડોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું.
મોદીના પ્રશ્નોત્તરનો કેટલાંક અંશો :
- 26/11ના હુમલા પેલા થયેલા અને અમારી વખતે ઉરી એટેક શું થયું ત્યારે અને અત્યારે અમે સીધી સર્જીકલ સ્ટ્રાઈક કરી. પહેલા રિમોટથી સરકાર ચાલતી હવે એવું નથી. અમે લોકોની માનસિકતા બદલી છે. બળાત્કારીઓને ફાંસી થોડા દિવસોમાં આપી દેવામાં આવે છે.
- ભ્રષ્ટાચાર હટાવવા પર ભાર મુકતાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર દેશને અંદરથી કોતરી રહ્યો છે. ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે. જો હું ઈચ્છતો તો તેને છોડી શક્તો હતો.
- મોદીએ કહ્યું હતું કે, સુરત વેપારીઓની ભૂમિ છે. વળતર અને ચક્રવૃધ્ધિ વ્યાજ મળ્યું કે નહીં તેવો સવાલ પુછતાં હાજર સૌ કોઈએ ચીચીયારીઓ બોલાવી દીધી હતી. મોદીએ ક્હયું કે અમુકનો રડવાનો સ્વભાવ હોય છે પરંતુ અમારો સ્વાભાવ ચલાવવાનો છે. અમે લોકોમાં આશા જગાડી છે. સવા સો કરોડ લોકોને સ્વપ્ન જોતા કર્યાં છે. મેરા ક્યાં ? મુજે ક્યાં ? ની સ્થિતિ બદલી છે.
- અમારી સરકાર બની ત્યારે દેશમાં અડધા લોકો પાસે બેન્ક એકાઉન્ટ હતું. આજે દેશના મોટાભાગના લોકોના બેન્ક એકાઉન્ટ ખુલી ગયા છે.
- અમારી સરકાર આવી ત્યારે દેશમાં શૌચાલયની વ્યવસ્થા 38 ટકા હતી, આજે સાડા ચાર વર્ષમાં 98 ટકા થઈ ગઈ છે.
- આજે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કોની પાસે છે. દેશનો સૌથી લાંબો રેલ-રોડ બ્રિજ અમારી સરકારના કાર્યકાળમાં બનીને તૈયાર થયો.
- આજે ભારત પાસે દુનિયાનું સૌથી મોટું યુવાધન છે. આજ ભારતની શક્તી છે. કૃષિ પર ભારતની આત્મનિર્ભરતા, વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવું, દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનવું એ ભારત માટે ગર્વની વાત છે.
- હું તમને વિશ્વાસ અપાવું છુ ંકે, મોદી રોકાવાનો નથી, થાકતો નથી કે ઝુકતો નથી. મોદીનું માથું માત્ર સવાસો કરોડ હિન્દુસ્તાની સામે ઝુકે છે. સવાસો કરોડ દેશવાસી મારું રિમોટ કન્ટ્રોલ છે.
- આજની નવી પેઢી કટોકટી શું છે એ જાણતી નથી. નવી પેઢી એ જાણતી નથી કે દેશને 70 વર્ષમાં કેવી રીતે લૂંટવામાં આવ્યો છે. તેમને એ જણાવાનું છે કે, દેશને લુંટતો બચાવવા માટે પાંચ વર્ષમાં કેવું કામ કર્યું છે.
- પ્રથમ વખત વોટ નાખનારા યુવાનોએ એ જોવાનું છે કે, વંશવાદ, પરિવારવાદ વગેરેને તિલાંજલી આપવાની છે.
- આજની યુવાન પેઢી તો ગુગલ ગુરૂને જાણે છે. તેઓ ગુગલમાં એક મિનિટમાં ચકાસી લેશે કે કયા સમાચાર સાચા છે અને કયા સમાચાર ખોટા છે.
[yop_poll id=”916″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]