PM Kisan સન્માન નિધિ યોજનામાં મોટો ફેરફાર! આ પુરાવા વિના નહી મળે 6,000 રૂપિયા

|

Feb 15, 2021 | 3:04 PM

દેશના નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા સુધારવા માટે કેન્દ્ર સરકારે PM Kisan સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે.

PM Kisan સન્માન નિધિ યોજનામાં મોટો ફેરફાર! આ પુરાવા વિના નહી મળે 6,000 રૂપિયા
PM Kisan સન્માન નિધિ યોજના

Follow us on

દેશના નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા સુધારવા માટે કેન્દ્ર સરકારે PM Kisan સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે. બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા પૈસા ખેડૂતોના ખાતામાં પહોંચે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં તેમાં ભૂલો મળી હતી, જેને સુધારવા સરકારે નિર્ણય લીધો છે. 2019 માં શરૂ થયેલી આ યોજનાની જૂની સિસ્ટમમાં સરકાર ફેરફાર કરી રહી છે. પીએમ કિસાન સન્માન યોજના હેઠળ હવે વાર્ષિક 6 હજાર રૂપિયાનો લાભ ફક્ત તે જ ખેડુતોને આપવામાં આવશે, જેમના નામે ખેતર હશે.

હવે આ યોજનાનો લાભ લેવા, ખેડુતોને તેમના પોતાના નામે ખેતર હોવું જોઈશે. જમીનના માલિકીનું પ્રમાણપત્ર, જે પૂર્વજોના નામના ખેતરમાં તેના ભાગમાંથી લેવામાં આવ્યું છે, તે હવે આ યોજનામાં માન્ય રહેશે નહીં. નવા નિયમો યોજના સાથે સંકળાયેલા જૂના લાભાર્થીઓને અસર કરશે નહીં. સરકારે આ યોજનામાં પારદર્શિતા લાવવાનાં પગલાં લીધાં છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવી નોંધણી માટે નોંધણી કરાવનારા ખેડુતોએ હવે આવેદનપત્રમાં પોતાના પ્લોટના નંબર ઉલ્લેખ કરવો પડશે.

દેશમાં ઘણા ખેડૂત પરિવારો છે, જેની ખેતીની જમીન સંયુક્ત છે અને તેઓ આ યોજનાનો લાભ પોતાની જમીન પર લઈ રહ્યા છે. હવે તેઓએ તેમના નામે તેમની જમીનનો હિસ્સો મેળવવો પડશે. આ પછી તેઓને કિસાન સન્માન યોજનાનો લાભ મળશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ભૂતકાળમાં પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ ખેડૂતોની અરજીના આધારે રકમ તેમના ખાતામાં સીધી મોકલવામાં આવતી હતી. બાદમાં ખાતાઓને આધાર સાથે જોડવાની જોગવાઈ કરવામાં આવી હતી.

Next Article