અફઘાનિસ્તાન મુદ્દે વડાપ્રધાને કરી બેઠક, અમિત શાહ અને રાજનાથસિંહ સાથે કરી મિટિંગ

|

Sep 06, 2021 | 8:48 PM

 અફઘાનિસ્તાન મુદ્દે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi)સોમવારે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા.

અફઘાનિસ્તાન મુદ્દે વડાપ્રધાને કરી બેઠક, અમિત શાહ અને રાજનાથસિંહ સાથે કરી મિટિંગ
PM Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અફઘાનિસ્તાન મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ  ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક લોક કલ્યાણ માર્ગ પર પીએમના નિવાસ સ્થાને થઈ હતી.આ બેઠક તાજીબાન દ્વારા તાજી ઘટનાક્રમ હેઠળ પંજશીર ઘાટી  પર સંપૂર્ણ નિયંત્રણના દાવા બાદ થઈ હતી.

બળવાખોર જૂથ નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે જો કે કહ્યું કે, તાજબાન સામે પંજશીર ખીણમાં લડાઈ ચાલુ રહેશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ અને અફઘાન ગેરિલા કમાન્ડર અહેમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદની આગેવાની હેઠળ અફઘાન નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટના લડવૈયાઓ અહીં તાલિબાન સામે લડી રહ્યા હતા.

તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ જીત સાથે આપણો દેશ સંપૂર્ણપણે યુદ્ધની દલદલમાંથી બહાર આવી ગયો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં તાલિબાન લડવૈયાઓ પંજશીરના પ્રાંત ગવર્નરના કમ્પાઉન્ડના ગેટ સામે ઉભા જોવા મળે છે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

તાલિબાનના પ્રવક્તાએ પછીની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ઇસ્લામિક અમીરાત બળવાખોરી માટે ખૂબ જ સંવેદનશીલ છે. જે કોઈ પણ બળવો શરૂ કરવાનો પ્રયાસ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે કોઈને પણ આમ કરવાની મંજૂરી આપીશું નહીં.” ગની સરકાર અને 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સુરક્ષા દળોની પરત ફરવાની ઉજવણી, તાલિબાનોએ પંજશીર ઘાટીની રક્ષા કરતા લડવૈયાઓને કચડી નાખવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

ઈરાને (Iran) સોમવારે અફઘાનિસ્તાનની(Afghanistan) પંજશીર ઘાટીમાં તાલિબાન (Taliban) હુમલાની ‘સખત’ નિંદા કરી હતી. જ્યારે તાલિબાને દાવો કર્યો હતો કે તેણે પંજશીર પર કબજો કર્યો છે, તે પછી ઈરાન દ્વારા એક નિવેદન બહાર પાડવામાંઆવ્યું હતું. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઈદ ખાતીબઝાદેહે કહ્યું કે, ‘પંજશીરથી આવતા સમાચાર ખરેખર પરેશાન કરનાર છે.

અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન શાસનની સ્થાપના પછીના દિવસોમાં તેનો અલગ અર્થ હોઈ શકે છે, પરંતુ હજારો દર્શકો તેમના મનપસંદ ખેલાડીઓને ક્રિકેટ રમતા જોવા કાબુલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (Kabul International Stadium) પર ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : Knowledge Update: શું તમને ખબર છે તમે જે કેપ્સ્યુલ ખાવ છો તેનો બહારનો ભાગ શેનાથી બનેલો છે ? જાણો, પેટમાં કેટલી ઝડપથી ઓગળે છે

આ પણ વાંચો :બિલાડીનો પીછો કરતા દીપડો પડ્યો કૂવામાં, બંને વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ

 

Published On - 5:04 pm, Mon, 6 September 21

Next Article