બિલાડીનો પીછો કરતા દીપડો પડ્યો કૂવામાં, બંને વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ

આ વીડિયો મહારાષ્ટ્ર્ના નાસિકનો(NASIK) છે. જ્યાં દીપડો અને બિલાડી લડાઈ કરતા કુવામાં પડી જાય છે. થોડા સમય બાદ વન વિભાગની ટીમ બંનેનું રેસ્ક્યુ કરે છે.

બિલાડીનો પીછો કરતા દીપડો પડ્યો કૂવામાં, બંને વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
Viral Video

આજકાલ સોશિયલ મીડિયા પર પ્રાણીઓ સાથે જોડાયેલી ઘણી તસ્વીર અને વીડિયો વાયરલ થાય છે. એવું કહેવું ખોટું નહીં હોય કે આ પ્રકારના વીડિયોને પણ સારી રીતે પસંદ કરવામાં આવે છે. આમાંથી કેટલાક એવા છે, જેને જોઈને તમે તમારૂ હસવું રોકી શકતા નથી. તે જ સમયે, કેટલાક એવા વીડિયો છે જે જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે કે શું આવું થયું હશે. હાલમાં દીપડા અને બિલાડીનો એક વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યોછે. આ વીડિયોને લોકો પણ ભારે રસથી જોઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં બંને એકબીજા પર ઉગ્ર હુમલો કરતા જોવા મળે છે.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ ફની વીડિયો મહારાષ્ટ્રના નાસિકનો છે. આમાં બિલાડીનો પીછો કરતી વખતે દીપડો કૂવામાં પડી જાય છે. આ પછી બંને સામસામે આવે છે અને એકબીજાને પડકારવાનું શરૂ કરે છે. આ દરમિયાન બિલાડી કૂંગ-ફુ શૈલીમાં દીપડાને જવાબ આપતી જોવા મળે છે. એક ક્ષણ માટે દીપડો પણ બિલાડીથી ડરી ગયો.

 

જોકે, બાદમાં બંનેને વન વિભાગની ટીમની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. દીપડો અને બિલાડી વચ્ચેની ભીષણ લડાઈનો આ વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. પશ્ચિમ નાસિક વિભાગના નાયબ વન સંરક્ષક પંકજ ગર્ગે જણાવ્યું હતું કે બિલાડીનો પીછો કરતી વખતે દીપડો કૂવામાં પડ્યો હતો. તેમણે કહ્યું કે દીપડાને બચાવી લેવામાં આવ્યો છે અને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવામાં આવ્યો છે.

 

આ વીડિયો ક્લિપ પર લોકો સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. મોટાભાગના લોકો પૂછી રહ્યા છે કે બિલાડીને શું થયું, દીપડો તેની માસી છે આ રીતે મારી માતા મને કહેતી હતી હતી. તે જ સમયે, કેટલાક લોકો બિલાડીની પ્રશંસા પણ કરી રહ્યા છે, જે દીપડા સાથે મજબૂત સ્પર્ધા કરે છે.

 

 

આ પણ વાંચો :  Afghanistan Crisis : તાલિબાને 1 હજારથી વધુ નાગરિકોને દેશ છોડવા પર લગાવ્યો પ્રતિબંધ, એરપોર્ટ પાસે કર્યા કેદ

 

આ પણ વાંચો : Aadhar અંગે રસપ્રદ માહિતી સામે આવી , ઓગસ્ટ મહિનામાં 146 કરોડ વખત થયું આધાર વેરિફિકેશન, અર્થતંત્રમાં રિકવરીના સંકેત !

Click on your DTH Provider to Add TV9 Gujarati