પશ્ચિમ બંગાળના ગવર્નર વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટમાં થઈ PIL, તાત્કાલિક જગદીપ ધનખડને હટાવવાની માંગ

|

Feb 08, 2022 | 4:27 PM

Mamata Banerjee Vs Bengal Governor Jagdeep Dhankhar: પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર અને રાજ્યપાલ જગદીપ ધનખડ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાજ્યપાલ ધનખડને હટાવવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના ગવર્નર વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટમાં થઈ PIL, તાત્કાલિક જગદીપ ધનખડને હટાવવાની માંગ
Governor of Bengal Jagdeep Dhankhar and Calcutta High Court. ( File photo )

Follow us on

પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખડ (Bengal Governor Vs Mamata) વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટમાં (Calcutta High Court) એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્યપાલ જગદીપ ધનખડ ગેરબંધારણીય કાર્ય કરી રહ્યા છે. તેઓ તેમના અધિકારક્ષેત્રની બહાર જઈને સરકારી કામમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. તેથી એડવોકેટ રામા પ્રસાદ સરકારે રાજ્યપાલ જગદીપ ધનખડ વિરુદ્ધ જાહેર હિતની અરજી દાખલ કરી છે.

પોતાની અરજીમાં તેમણે જગદીપ ધનખડને તેમના પદ પરથી તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. વાદીએ જાહેર હીતની અરજીમાં સવાલ ઉઠાવ્યો છે કે રાજ્યપાલ બંધારણની બહાર જઈને કામ કરી રહ્યા છે. તેઓ તેમના અધિકારક્ષેત્રની બહાર જઈને સરકારી બાબતોમાં કેવી રીતે હસ્તક્ષેપ કરી શકે ? આ માટે તેણે કલકત્તા હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કેસમાં રાજ્યપાલ જગદીપ ધનખડ અને દેશના રાષ્ટ્રપતિનું પણ નામ છે. આ મામલે આગામી સપ્તાહે 11 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ જગદીપ ધનખડ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ટ્વીટ કરતા રહે છે. રાજ્ય સરાકારના વહીવટીતંત્રથી લઈને નીતિ ઘડતર સુધીની તમામ બાબતોમાં તેઓ રાજ્ય સરકારની વિરુદ્ધ ઉભા હોય તેમ જોવા મળે છે. ક્યારેક તેઓ કોઈ સરકારી કાર્યક્રમમાં જાય છે અને રાજ્યની ટીકા કરે છે. વાદીના મતે રાજ્યપાલ માટે આવું વર્તન ક્યારેય શોભનીય કે ઇચ્છનીય નથી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

વાદીના મતે રાજ્યપાલના પદની અલગ ગરિમા છે. આ પદ પર જે પણ બેસે છે તેઓએ આ પદની ગરિમાનું પાલન કરવું જોઈએ, પરંતુ, જ્યારે પણ વર્તમાન રાજ્યપાલને ટ્વીટ કરવાનો કે મીડિયામાં બોલવાનો મોકો મળે છે, ત્યારે તેઓ રાજ્ય સરકાર વિરુદ્ધ બોલે છે. તેનાથી રાજ્યપાલની ગરિમાને ઠેસ પહોંચી છે. કોર્ટના હસ્તક્ષેપની માંગ સાથે અરજી કરવામાં આવી છે. આ મામલે 11 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.

TMC બજેટ સત્રમાં રાજ્યપાલ વિરુદ્ધ નિંદાનો પ્રસ્તાવ લાવશે

પશ્ચિમ બંગાળ વિધાનસભાના આગામી બજેટ સત્ર દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસ રાજ્યપાલ જગદીપ ધનખડ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. ટીએમસીના જનરલ સેક્રેટરી પાર્થ ચેટરજીએ જણાવ્યું હતું કે, “અમે રાજ્યપાલ જગદીપ ધનખડ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહ્યા છીએ. તેઓ જે રીતે વિધાનસભા અને અધ્યક્ષનું અપમાન કરી રહ્યા છે તે બંગાળના રાજકીય ઈતિહાસમાં અભૂતપૂર્વ છે, પરંતુ આપણે બંધારણના નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરવાની જરૂર છે કે શું રાજ્યપાલ વિરુદ્ધ આવો ઠરાવ લાવી શકાય છે ખરો ? આવા ઠરાવના શુ પરિણામો આવશે ?

આ પણ વાંચોઃ

Karnataka Hijab controversy: હિજાબ શું છે કે જેના પર કર્ણાટકમાં છે હોબાળો, જાણો તે બુરખા અને નકાબથી કેવી રીતે અલગ છે

આ પણ વાંચોઃ

કાશ્મીર સંબંધિત પોસ્ટ પર સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ બાદ KFCએ માંગી માફી, કહ્યું અમે ભારતનું સન્માન કરીએ છીએ

Next Article