જે રામ અને કૃષ્ણને આજે પૌરાણિક ગણાવી તેમનો ધરાર ધરાર છેદ ઉડાવી દેવાય છે, તેઓ ભારતના બંધારણના આત્મા છે

|

Jan 26, 2019 | 4:38 AM

સમગ્ર દેશ આજે Rupublic Day એટલે કે પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ આપણા દેશમાં બંધારણ લાગુ થયુ હતું. એના ઉપલક્ષ્યમાં જ પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે. આજે અમે આપને ભારતીય બંધારણની કેટલીક એવી વિશેષતાઓ અને ખૂબીઓ જણાવીશું કે જેનાથી કદાચ આપ અત્યાર સુધી અજાણ હશો. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

જે રામ અને કૃષ્ણને આજે પૌરાણિક ગણાવી તેમનો ધરાર ધરાર છેદ ઉડાવી દેવાય છે, તેઓ ભારતના બંધારણના આત્મા છે

Follow us on

સમગ્ર દેશ આજે Rupublic Day એટલે કે પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ આપણા દેશમાં બંધારણ લાગુ થયુ હતું. એના ઉપલક્ષ્યમાં જ પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે.

આજે અમે આપને ભારતીય બંધારણની કેટલીક એવી વિશેષતાઓ અને ખૂબીઓ જણાવીશું કે જેનાથી કદાચ આપ અત્યાર સુધી અજાણ હશો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ભારતીય બંધારણમાં કુલ 22 ભાગો છે. દરેક ભાગ એક તસવીર સાથે શરુ થાય છે. આ તસવીરોમાં રાવણ વધથી લઈ સીતાને પરત અયોધ્યા લઈ જતા રામ અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ સુધીની તસવીરો છે. આ તસવીરો શાંતિ નિકેતનના આચાર્ય નંદલાલ બોસ તથા તેમના વિદ્યાર્થીઓએ તૈયાર કરી હતી..

રામની તસવીરથી શરુ મૌલિક અધિકારો

મૌલિક અધિકારો દર્શાવતા બંધારણના ત્રીજા ભાગની શરુઆત ત્રેતા યુગની તસવીર સાથે થાય છે કે જેમાં રાવણને હરાવી ભગવાન રામ સીતાજીને લંકાથી અયોધ્યા લઈ જઈ રહ્યા છે. તેમાં લક્ષ્મણ પણ છે.

કૃષ્ણના ઉપદેશોથી શરુ નીતિ નિર્દેશક સિદ્ધાંત

બંધારણમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોને દર્શાવવા માટે મહાભારતના યુદ્ધથી પહેલા અર્જુન અને કૃષ્ણના સંવાદની તસવીરનો ઉપયોગ કરાયો છે. આ આર્ટવર્ક બંધારણના અધ્યાય 4ની શરુઆતમાં છે.

બુદ્ધના આત્મજ્ઞાનથી શરુ સંઘની વ્યવસ્થા

બંધારણના 5મા ભાગની ઊપર ભગવાન બુદ્ધના આત્મજ્ઞાન પ્રાપ્તિની તસવીર છે. આ ભાગનો શીર્ષક સંઘ છે. આ ભાગમાં રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિની ભૂમિકા સાથે જોડાયેલા નિયમો આપવામાં આવ્યાં છે.

પછાત વિસ્તારોનો ઉલ્લેખ નાલંદાથી શરુ

અનુસૂચિત જાતિ તથા જનજાતિય વિસ્તારો વિશેનું વર્ણન બંધારણના દસમા ભાગ ગુપ્તકાલીન નાલંદ વિશ્વવિદ્યાલયની શરુઆતથી થાય છે. નાલંદામાં આખી દુનિયાના લોકો ભણવા આવતા હતાં.

અકબરના દરબારથી દર્શાવાઈ સિવિલ સર્વિસિસ

બંધારણનો 14મો ભાગ અકબરના દરબારની ઝલક રજૂ કરે છે. તેમાં બાદશાહ અકબર, દરબારીઓ અને ચંવર હલાવતા સેવકો છે. આ ભાગ કેન્દ્ર અને રાજ્યોને આધીન સેવાઓનો ઉલ્લેખ કરે છે.

ઇમર્જન્સીના નિયમો ગાંધીજીની યાત્રાથી

બંધારણના 18મા ભાગમાં મહાત્મા ગાંધીની નોઆખલી યાત્રાથી જોડાયેલી તસવીર છે. રમખાણો દરમિયાન સાંપ્રદાયિક સદ્ભાવનાનું પ્રતિનિધિત્વ કરતી આ તસવીર ઇમર્જન્સીની જોગવાઇઓના ઉલ્લેખથી પહેલા છે.

[yop_poll id=813]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:38 am, Sat, 26 January 19

Next Article