ફ્રીમાં નહીં મળે ફાઈઝર અને મોડર્ના વેક્સિન, પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઊંચા ભાવે આપવાની તૈયારી!

સુત્રો અનુસાર કેન્દ્રની બંને કંપની સાથે વાત આગળ ચાલી રહી છે. સંભવ છે કે જુલાઈ સુધી ફાઈઝર વેક્સિન ભારતમાં આવે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર બંને વેક્સિનની કિંમત વધુ છે.

ફ્રીમાં નહીં મળે ફાઈઝર અને મોડર્ના વેક્સિન, પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઊંચા ભાવે આપવાની તૈયારી!
વેક્સિનેશન ડ્રાઈવ
Follow Us:
| Updated on: Jun 12, 2021 | 1:38 PM

ભારતમાં કોરોના વેક્સિન અભિયાન ચાલી રહ્યું છે. આવામાં કેન્દ્ર સરકારે ફ્રીમાં વેક્સિન આપવાની પણ જાહેરાત કરી છે. પરંતુ ફાઈઝર અને મોડર્ના વેક્સિન સરકારને વેક્સિન અભિયાનનો ભાગ નહીં હોય. જી હા એટલે કે સરકારી સેન્ટર પર આ વેક્સિન ફ્રીમાં નહીં મળે. પરંતુ સરકાર આ વેક્સિન મેળવવામાં મદદ જરૂર કરશે.

સુત્રો અનુસાર કેન્દ્રની બંને કંપની સાથે વાત આગળ ચાલી રહી છે. સંભવ છે કે જુલાઈ સુધી ફાઈઝર વેક્સિન ભારતમાં આવે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર બંને વેક્સિનની કિંમત વધુ છે, અને આ કારણે તેની ખરીદી ઓછી થશે. સાથે જ સાર્વજનિક રસીકરણમાં તેને સામેલ કરવાની સંભાવના પણ ઘટશે.

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યું છે કે સરકારના એક અધિકારીના કહ્યુ “અમે ખરીદવામાં મદદ કરીશું, કેમ કે બંને કંપનીઓએ કહ્યું કે તેઓ સરકારો સાથે જ ડીલ કરે છે. પરંતુ આ વેક્સિન ખાનગી હોસ્પિટલોમાં મળશે.”

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કેમ ફ્રી નહીં આપવામાં આવે આ વેક્સિન

કોલ્ડ ચેન મેનેજમેન્ટ એ ફાયઝર અને મોડર્ના વેક્સિન વિના મૂલ્યે ન આપવાનું પાછળનું એક મુખ્ય કારણ છે. બંને વેક્સિનને 0 ° સે તાપમાનથી નીચા તાપમાને સંગ્રહિત કરવાની હોય છે. આ ફક્ત મોટી હોસ્પિટલોમાં જ શક્ય છે. એટલે કે, જો સરકાર આ વેક્સિનને વિના મૂલ્યે આપવા માંગે છે, તો તેમણે દેશમાં કોલ્ડ ચેઇનમાં મોટા પાયે રોકાણ કરવું પડશે. અધિકારીના મતે, અમે આ કરવાને બદલે, લોકો માટે વધુ રસી ખરીદવા માંગીએ છીએ.

સરકારને આશા છે કે વેક્સિનની ઉપલબ્ધતાથી સરકારી વેક્સિનેશન કાર્યક્રામનો લોડ ઓછો થશે. જે લોકો સક્ષમ છે તેઓ આ વેક્સિન ખાનગી હોસ્પિટલોમાંથી લઇ શકશે.

ખર્ચાળ રસીઓમાં રોકાણ કરવું વાજબી નથી

કેન્દ્ર સરકાર આ મહિનાથી રસીકરણની ગતિ ઝડપી બનાવવા માંગે છે, જેથી ત્રીજી તરંગને ટાળી શકાય. અહેવાલ અનુસાર એક અધિકારીએ જણાવ્યું હતું કે, લક્ષ્ય નિશ્ચિતરૂપે પડકારજનક છે કારણ કે અમે પુખ્ત વસ્તીના ઓછામાં ઓછા 40% લોકોને એક ડોઝ આપવા માંગીએ છીએ.

તેમણે કહ્યું, “આ માટે આપણે વેક્સિનની ઉપલબ્ધતા વધારવી પડશે. જો આપણે પહોંચ વધારવા માંગતા હોય તો વધુ વેક્સિનની જરૂર પડશે. ફાઈઝર અને મોડર્ના જેવી ખર્ચાળ રસીઓમાં રોકાણ કરવું વાજબી લાગતું નથી.”

વેક્સિન બીલ 34,000 કરોડથી વધુ

ખાનગી સમાચાર સંસ્થામાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય અધિકારીએ જણાવ્યું કે “ભારતનું વેક્સિન બીલ 34,000 કરોડથી વધુ થશે. એક અનુમાન અનુસાર 50,000 કરોડથી વધારે રકમ છે. ભારતમાં 95 કરોડ જેટલા લોકો વેક્સિન લેવા પાત્ર છે. આવામાં વેક્સિનનો વ્યયને પણ અંદાજીત જોડી દેવામાં આવે તો 195 કરોડ ડોઝની ઓછામાં ઓછી જરૂરીયાત છે.

આ પણ વાંચો: સ્ટારડમ ચડ્યુ માથે! ફેમિલી મેન 2ની સક્સેસ બાદ મનોજ બાજપેયીએ માંગી મસમોટી રકમ, જાણો

આ પણ વાંચો: Shocking: શું ખરેખર આ અભિનેત્રીએ લીધો આઘાતજનક નિર્ણય? એક્ટિંગ જગતને કહ્યું અલવિદા?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">