pegasus case: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ, 10 દિવસમાં માગ્યો જવાબ

|

Aug 17, 2021 | 1:32 PM

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલાની તપાસ માટે સરકાર દ્વારા જવાબદાર નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી રહી છે.

pegasus case: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ, 10 દિવસમાં માગ્યો જવાબ
Supreme Court

Follow us on

પેગાસસ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારને નોટિસ (Notice) ફટકારી છે. કેન્દ્ર સરકારને નોટિસનો જવાબ 10 દિવસમાં આપવો પડશે. પેગાસસ જાસૂસી કેસમાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી હાથ કરી હતી, જે દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ (Solicitor General Tushar Mehta) કહ્યું હતું કે, “ગઈકાલે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરાયેલ સોગંદનામું (Affidavit)પૂરતું છે. પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ જાણવા માગે છે કે સરકારે પેગાસસનો ઉપયોગ કર્યો છે કે નહીં. પરંતુ સામાન્ય રીતે સરકાર આવા સોફ્ટવેરનો ઉપયોગ કરતી નથી અને તે સુપ્રીમ કોર્ટથી કંઈ છુપાવતી નથી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલાની તપાસ માટે સરકાર દ્વારા જવાબદાર નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે કોર્ટને એવી પણ વિનંતી કરી કે મીડિયા રિપોર્ટના આધારે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી આવી અરજીઓને વધુ સનસનાટીભરી ન બનાવવી જોઈએ.

બીજી બાજુ, તુષાર મહેતાના શબ્દોના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અરજીઓની માંગ પર નથી જઈ રહ્યા. અમે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દામાં પણ જતા નથી. અહીં મુદ્દો એ છે કે શું પેગાસસનો વ્યક્તિગત ઉપયોગ થયો છે. અમે તમારા ઇરાદા પર શંકા નથી કરતા. અમે આ મામલે તમને નોટિસ આપી રહ્યા છીએ અને સરકાર અને સંબંધિત એજન્સીએ આ અંગે જવાબ આપવો જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સોફ્ટવેરનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે થાય છે
તુષારે કહ્યું કે ઘણા દેશોમાં આવા સોફ્ટવેરનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે થાય છે. કોર્ટે નિષ્ણાતોની સમિતિનો અહેવાલ જોવો જોઈએ. તે પછી તમે જે ઇચ્છો તે નિર્ણય લો. સોલિસિટર જનરલે કહ્યું કે સરકાર એક સમિતિ બનાવી રહી છે, સમિતિએ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવો જોઈએ. CJI (Chief Justice of India) એ કહ્યું કે અમે આ મામલે નોટિસ આપવાનું વિચારી રહ્યા છીએ, પછી અમે નક્કી કરીશું કે સમિતિ બનાવવી કે બીજું કંઇક કરવું, જો તમારે કંઇક કરવું હોય તો તમે કરી શકો, અમે તમારી સમિતિની વિરુદ્ધમાં નથી.

CJI (Chief Justice of India) એ કહ્યું કે અમે અત્યારે પ્રાથમિક તબક્કે છીએ, આપણે વિચારવાની જરૂર છે કે આ બાબતને કેવી રીતે આગળ વધારવી. હાલમાં અમે નોટિસ આપી રહ્યા છીએ. આ નોટિસના ભાગરૂપે કેન્દ્ર સરકારે દસ દિવસમાં સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવો પડશે.

પેગાસસ શું છે
પેગાસસ એક સોફ્ટવેર છે જે સંબંધિત ફોન પર દરેક ઇનકમિંગ કોલની વિગતો એકત્રિત કરવામાં સક્ષમ છે. ફોનમાં રહેલી મીડિયા ફાઇલો અને દસ્તાવેજો ઉપરાંત, જે તે નંબરના ફોન ઉપર આવતા એસએમએસ, ઇમેઇલ અને સોશિયલ મીડિયાના મેસેજ વિશે પણ માહિતી આપી શકે છે.

Next Article