સંસદીય સમિતિએ ફગાવી Facebook ની માંગ, કહ્યું સમિતિ સમક્ષ પ્રત્યક્ષ હાજર થવું પડશે

|

Jun 19, 2021 | 9:58 PM

દેશમાં માહિતી ટેકનોલોજી(IT)ની સંસદીય સ્થાયી સમિતિએ સોશિયલ મીડિયા કંપની ફેસબુક(Facebook) તરફથી વર્ચુઅલ મીટિંગ માટેની વિનંતીને નકારી દીધી છે. તેમજ કહ્યું છે કે કોઈ પણ બેઠક ઓનલાઈન થઈ શકશે નહીં અને ફેસબુક અધિકારીઓએ હાજર થવું પડશે.

સંસદીય સમિતિએ ફગાવી Facebook ની માંગ, કહ્યું સમિતિ સમક્ષ પ્રત્યક્ષ હાજર થવું પડશે
સંસદીય સમિતિએ ફગાવી ફેસબુકની માંગ

Follow us on

દેશમાં માહિતી ટેકનોલોજી(IT)ની સંસદીય સ્થાયી સમિતિએ સોશિયલ મીડિયા કંપની ફેસબુક(Facebook) તરફથી વર્ચુઅલ મીટિંગ માટેની વિનંતીને નકારી દીધી છે. ફેસબુકે કોરોનાને ટાંકીને કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિમાં પ્રત્યક્ષ બેઠકમાં આવવાને બદલે વર્ચુઅલ મીટિંગ યોજવાની વિનંતી કરી હતી.

કંપનીના પ્રતિનિધિઓ દ્વારા પ્રત્યક્ષ રીતે હાજર રહેવું પડશે

સૂત્રોએ જણાવ્યું હતું કે માહિતી ટેકનોલોજી(IT)ની સમિતિએ પેનલ સાથે બેઠક માટે આવતા ફેસબુક અધિકારીઓને રસીકરણનો પ્રસ્તાવ પણ આપ્યો છે. આ મીટિંગ માટેની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. સમિતિએ એ પણ નક્કી કર્યું છે કે પેનલ સમક્ષ અન્ય તમામ સોશિયલ મીડિયા અને વેબ પ્લેટફોર્મ્સ જેમ કે યુટ્યુબ, ગૂગલ, વગેરે કંપનીના પ્રતિનિધિઓ દ્વારા પ્રત્યક્ષ રીતે હાજર રહેવું પડશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ફેસબુકે કંપનીના કોરોના નિયમો ટાંક્યા
કમિટીને જવાબ આપતાં ફેસબુક(Facebook)એ કહ્યું કે તેના અધિકારીઓ પ્રત્યક્ષ રીતે સમિતિ સમક્ષ હાજર થઈ શકતા નથી કારણ કે કંપનીના નિયમો અધિકારીઓ કોરોના રોગચાળાના બીજી લહેરના સમયગાળા દરમ્યાન વ્યક્તિગત રૂપે કોઈ પણ મીટિંગમાં ભાગ લેવાની મંજૂરી આપતા નથી.

બેઠક ઓનલાઈન થઈ શકશે નહીં

આ કારણોસર ફેસબુક (Facebook)અધિકારીઓએ વર્ચ્યુઅલ રૂપે જોડાવાનો નિર્ણય કર્યો છે. ફેસબુકના આ જવાબને જોતાં સમિતિએ હવે કડક વલણ અપનાવ્યું છે. સમિતિના તમામ સભ્યોએ સ્પષ્ટ કરી દીધું હતું કે કોઈ પણ બેઠક ઓનલાઈન થઈ શકશે નહીં અને ફેસબુક અધિકારીઓએ હાજર રહેવું પડશે.

સમિતિએ રસીકરણનો પ્રસ્તાવ મૂક્યો 

ન્યૂઝ એજન્સીના સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે ફેસબુકના જવાબની નોંધ લેતા હવે માહિતી ટેકનોલોજી(IT)સમિતિના અધ્યક્ષે ફેસબુક અધિકારીઓની સૂચિ માંગી છે કે જેને કંપની સમિતિ સમક્ષ મોકલવા માંગે છે. અધ્યક્ષે કહ્યું કે સમિતિ આવા અધિકારીઓને રસી આપશે અને સમિતિ સમક્ષ હાજર થવા માટે પૂરતો સમય આપશે. સંસદીય પેનલના નિર્ણય અંગે ફેસબુકના વલણ વિશે પૂછવામાં આવતા કંપનીના અધિકારીઓએ તેનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.

Published On - 9:58 pm, Sat, 19 June 21

Next Article