AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Winter Session: બીજા સપ્તાહમાં રાજ્યસભાની ઉત્પાદકતામાં 5.6 ટકાનો સુધારો, કુલ પાંચ બિલ પાસ થયા

પ્રથમ બે સપ્તાહ દરમિયાન 56 કલાકના કુલ સુનિશ્ચિત મીટિંગ સમયમાંથી, 28 કલાક 30 મિનિટ વિક્ષેપો અને બળજબરીથી સ્થગિત થવાને કારણે વેડફાઈ ગઈ હતી. સત્રના પ્રથમ સપ્તાહ દરમિયાન ગૃહની ઉત્પાદકતા 49.7 ટકા રહી હતી.

Parliament Winter Session: બીજા સપ્તાહમાં રાજ્યસભાની ઉત્પાદકતામાં 5.6 ટકાનો સુધારો, કુલ પાંચ બિલ પાસ થયા
Rajya sabha
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 4:25 PM
Share

રાજ્યસભા (Rajya Sabha)એ 52.50 ટકાની ઉત્પાદકતા સાથે તેના કામમાં વધારો કર્યો છે. પ્રથમ સપ્તાહની સરખામણીએ આ સપ્તાહમાં 5.6 ટકાનો સુધારો જોવા મળ્યો છે. રાજ્યસભાના પ્રથમ સપ્તાહમાં વિપક્ષના વિરોધને કારણે ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી હતી. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે ચાલુ શિયાળુ સત્ર(Winter session)ના બાકીના ભાગ માટે 12 સભ્યોના સસ્પેન્શન(Suspension)ને રદ કરવાની માગ કરવામાં આવી હતી.

વર્તમાન સત્રના પ્રથમ બે અઠવાડિયા દરમિયાન, રાજ્યસભાએ તેના કાર્યકારી સમયનો 34.25 ટકા સરકારના કાયદાકીય કામકાજમાં ખર્ચ્યો અને પાંચ બિલ પસાર કર્યા. આ બિલોમાં બે બિલો પણ સામેલ છે – એગ્રીકલ્ચર લોઝ રિપીલ બિલ અને ડેમ સેફ્ટી બિલ, જેને પહેલા સપ્તાહમાં જ ઉપલા ગૃહ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા.

બીજા સપ્તાહમાં 52.5 ટકા ઉત્પાદકતા જોવા મળી હતી

શિયાળુ સત્રમાં ગૃહમાં પ્રથમ બે અઠવાડિયા દરમિયાન 56 કલાકના કુલ સુનિશ્ચિત બેઠકના સમયમાંથી, 28 કલાક 30 મિનિટ વિક્ષેપો અને બળજબરીથી સ્થગિત થવાને કારણે વેડફાઈ ગઈ હતી. આ પછી, બીજા અઠવાડિયા દરમિયાન  28 કલાક 30 મિનિટના નિર્ધારિત બેઠક સમયમાંથી 14 કલાક 57 મિનિટ સુધી ગૃહમાં 52.5 ટકા ઉત્પાદકતા જોવા મળી હતી. સત્રના પ્રથમ સપ્તાહ દરમિયાન ગૃહની ઉત્પાદકતા 49.7 ટકા રહી હતી. કારણ કે બેઠકના સુનિશ્ચિત સમયના 52.30 ટકાનો વેડફાટ થયો હતો.

બે સપ્તાહ દરમિયાન ગૃહમાં પાંચ બિલ પાસ થયા

આ બે સપ્તાહ દરમિયાન ગૃહમાં કુલ પાંચ બિલ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં કાર્યકારી સમયના 34.25 ટકા વિધાન કાર્યમાં ખર્ચવામાં આવ્યા હતા. પ્રથમ સપ્તાહમાં બે બિલ પાસ થયા હતા જ્યારે બીજા સપ્તાહમાં ત્રણ બિલ પાસ થયા હતા. 9 કલાક અને 48 મિનિટ સુધી ચાલેલી આ બિલો પરની ચર્ચામાં કુલ 56 સાંસદોએ ભાગ લીધો હતો.

કાર્યકારી સમયનો 21.89 ટકા પ્રશ્નકાળમાં વિતાવ્યો હતો. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો (સેલેરી અને કન્ડિશન્સ ઓફ સર્વિસ) એમેન્ડમેન્ટ બિલ 2021 સોમવારે (13 ડિસેમ્બર) ના રોજ યોજાનારી ગૃહની કામગીરીમાં વિચારણા માટે સૂચિબદ્ધ છે.

આ પણ વાંચોઃ NCL Recruitment 2021: NCLમાં એપ્રેન્ટિસની 1295 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, આ રીતે કરો અરજી

આ પણ વાંચોઃ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને સોશિયલ મીડિયાને કહ્યું ‘લોકતંત્ર માટે મોટો ખતરો’, દેશમાં લાવવા જઈ રહ્યા છે કડક કાયદો

g clip-path="url(#clip0_868_265)">