પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતને ટુ ફ્રન્ટ વોરની ધમકી આપી તો તેનો જવાબ આપતા રક્ષામંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યુ કે પાકિસ્તાનની એક ઈંચ જમીન પણ બ્રહ્મોસની રેન્જની બહાર નથી. આના પરથી બ્રહ્મોસની તાકાતનો પરચો મળી જાય છે. રક્ષામંત્રીએ આ નિવેદન જે સ્થળે બ્રહ્મોસનું ઉત્પાદન થઈ રહ્યુ છે તે લખનઉથી આપ્યુ છે અને ભારતની તાકાતનો પરિચય આપ્યો છે.

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો
| Updated on: Oct 28, 2025 | 9:04 AM

છેલ્લા એક સપ્તાહથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેમા 15 ઓક્ટોબરે સીઝફાયર કરવામાં આવ્યુ હતુ. તો એ સીઝફાયરની સમય મર્યાદા પૂર્ણ થાય તેની 48 કલાક પહેલા જ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરી દીધો અને અફઘાનિસ્તાનના પકટિકા પ્રાંતમાં ગોળીબાર કર્યો. જેમા ત્રણ અફઘાની ક્રિકેટર સહિત 10 લોકોના મોત થયા છે. પાકિસ્તાને આ સમગ્ર ઘટનાક્રમ માટે ભારતને જવાબદાર ઠેરવ્યુ છે. પાકિસ્તાને એવો આરોપ લગાવ્યો કે અફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી વોર કરી રહ્યુ છે. એટલે ભારત બળજબરથી અફઘાનિસ્તાનના માઘ્યમથી પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ખ્વાજા આસિફની ધમકી: ટુ ફ્રન્ટ વોર માટે ભારત તૈયાર રહે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યુ કે ‘આગામી ટુ ફ્રન્ટ વોર’ માટે ભારત પણ તૈયાર રહે. કારણ કે આવનારા સમયમાં આ વસ્તુઓ આગળ વધીને સામે આવી શકે છે. કૂલ મળીને અફઘાની વિદેશમંત્રી મુત્તકી સાત દિવસની ભારત યાત્રાએ આવ્યા અને ભારતના વિદેશમંત્રી સાથે તેમણે મુલાકાત કરી તો આ મુલાકાતને માધ્યમ બનાવીને પાકિસ્તાન આરોપ લગાવી રહ્યુ છે કે ભારતથી...

Published On - 5:20 pm, Mon, 20 October 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો