પાકિસ્તાની આતંકીઓએ ભારતમાં ફરી કર્યો ઉરી જેવો હુમલો, પુલવામામાં 2500 જવાનના કાફલાં પર અટેક, હુમલામાં 20 જવાન શહીદ

|

Feb 17, 2019 | 10:01 AM

કાશ્મીરમાં છેલ્લા ઘણાં સમયથી શાંતિ હતી. અગાઉ ઉરીમાં થયેલાં હુમલા પછી આ સૌથી મોટો હુમલો છે. જેમાં અત્યાર સુધીમાં 20 જવાનો શહીદ થવાની ખબર આવી ગઈ છે. જ્યારે હજી કેટલાંક જવાનો ઈજાગ્રસ્ત છે. આ અંગે હવે ગુપ્તચર એજન્સી દ્વારા 7 દિવસ પહેલાં એલર્ટ આપવામાં આવ્યું હતું. કાશ્મીરમાં સુરક્ષા જવાનોને ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા જવાના માર્ગ […]

પાકિસ્તાની આતંકીઓએ ભારતમાં ફરી કર્યો ઉરી જેવો હુમલો, પુલવામામાં 2500 જવાનના કાફલાં પર અટેક, હુમલામાં 20 જવાન શહીદ

Follow us on

કાશ્મીરમાં છેલ્લા ઘણાં સમયથી શાંતિ હતી. અગાઉ ઉરીમાં થયેલાં હુમલા પછી આ સૌથી મોટો હુમલો છે. જેમાં અત્યાર સુધીમાં 20 જવાનો શહીદ થવાની ખબર આવી ગઈ છે. જ્યારે હજી કેટલાંક જવાનો ઈજાગ્રસ્ત છે. આ અંગે હવે ગુપ્તચર એજન્સી દ્વારા 7 દિવસ પહેલાં એલર્ટ આપવામાં આવ્યું હતું. કાશ્મીરમાં સુરક્ષા જવાનોને ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા જવાના માર્ગ પર IED હુમલો કરી શકે છે. હુમલો કરવા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાની વાત સામે આવી છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે CRPF ના કાફલાં પર મોટો આતંકવાદી હુમલો, 18 જવાન શહીદ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ એલર્ટ એટલાં માટે આપવામાં આવ્યું હતું કારણ કે 9 ફેબ્રુઆરીના સંસદ ભવન પર હુમલાખોર આરોપી અફઝલ ગુરૂ અને જેકેએલએફના સંસ્થાપક મોહમ્મદ મકબૂલ ભટ્ટના ફાંસીની વરસીના પહેલાં જ આપવામાં આવ્યું હતું. 8 ફેબ્રુઆરીના જ આપવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આતંકીઓ મોટાં હુમલાની યોજના બનાવી રહ્યું છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, IED થી હુમલો કરી શકે છે.

આ એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પોલીસ કેમ્પ કે CRPF કેમ્પ પર મોટો આતંકી હુમલો થઈ શકે છે. જેના કારણે તમામ સુરક્ષા જવાનોને એલર્ટ આપવામાં આવ્યું હતું. તેમજ તમામ સંવેદનશીલ વિસ્તારો પર ડ્યૂટી પર પહોંચવા માટે પણ એલર્ટ રહેવા જરૂરી છે તેમ કહેવામાં આવ્યું હતું. તેમ છતાં આતંકીઓ હુમલો કરવામાં સફળ રહ્યા છે.

TV9 Gujarati

 

CRPFના અધિકારીઓ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, રસ્તા પર એક ફોર વ્હીલરમાં IED લગાવવામાં આવ્યું હતું. જે કાર હાઈવે પર જ ઉભી રહી હતી. જેવી સુરક્ષા જવાનોની ગાડી ત્યાંથી પસાર થઈ તેવો જ IEDથી બલાસ્ટ કરવામાં આવ્યો હતો. જે પછી ત્યાં ગોળીબાર પણ શરૂ થયો હતો. આ હુમલામાં 20 CRPF જવાન શહીદ થયા છે જ્યારે45 ઇજાગ્રસ્ત થયા છે.

[yop_poll id=1418]

Published On - 12:26 pm, Thu, 14 February 19

Next Article