ભારતમાં ઘૂસી રહેલા પાકિસ્તાની ઘૂસણખોરને BSF એ ઠાર માર્યો, પાકિસ્તાનના ચલણની સાથે 10 રૂપિયાની અડધી ફાટેલી નોટ મળી

|

Sep 17, 2024 | 5:14 PM

ફરી એકવાર પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી થઈ હતી, જેને BSF જવાનોએ નિષ્ફળ બનાવી હતી. આ ઘૂસણખોરી અમૃતસર જિલ્લાના રતન ખુર્દ ગામની સરહદેથી થઈ હતી, પરંતુ ફરજ પર તહેનાત ભારતીય સેનાએ તેને સ્થળ પર જ ઠાર મારી નાખ્યો હતો.

ભારતમાં ઘૂસી રહેલા પાકિસ્તાની ઘૂસણખોરને BSF એ ઠાર માર્યો, પાકિસ્તાનના ચલણની સાથે 10 રૂપિયાની અડધી ફાટેલી નોટ મળી

Follow us on

ફરી એકવાર પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને સરહદ પર તહેનાત બીએસએફ જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. બીએસએફના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે, સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે અમૃતસર જિલ્લાના રતન ખુર્દ ગામ વિસ્તારમાં એક ઘૂસણખોર સરહદ પાર કરતા જોવા મળ્યો હતો અને તે સરહદની વાડની નજીક પહોંચી ગયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, સૈનિકો દ્વારા ઘૂસણખોરને ચેતવણી આપ્યા બાદ પણ ઘુસણખોર આગળ વધતો રહ્યો હતો અને ભારતીય સૈનિકો સમક્ષ આક્રમક વલણ બતાવી રહ્યો હતો. ફરજ પરના સૈનિકોએ આગળ વધી રહેલા ઘૂસણખોર પર ગોળીબાર કર્યો હતો અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું.

બીએસએફના જણાવ્યા અનુસાર ઘૂસણખોર પાસેથી પાકિસ્તાની 270 રૂપિયાનું ચલણ અને એક 10 રૂપિયાની ફાટેલી નોટ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે ઘૂસણખોરના મૃતદેહને સ્થાનિક ઘરિંડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

પાકિસ્તાન અનેક રીતે ઘૂસણખોરી કરે છે

આ પહેલા સેનાએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં એલઓસી પર ઘૂસણખોરીનું કાવતરું ઘડી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, ત્યારબાદ સમગ્ર એલઓસી પર સતર્કતા વધારી દેવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે-47 રાઈફલ, નાઈટ વિઝન સાથે એમ-4 કાર્બાઈન, પિસ્તોલ અને આઠ ગ્રેનેડ મળી આવ્યા છે.

પાકિસ્તાન સતત ઘૂસણખોરીની અવનવી રણનીતિ અપનાવી રહ્યું છે. ઘૂસણખોરી ઉપરાંત પાકિસ્તાન સતત સાયબર હુમલા પણ કરી રહ્યું છે. ગયા વર્ષની સરખામણીએ, આ હુમલાઓમાં 39 ટકાનો વધારો થયો હતો, જેમાં સરકારી એજન્સીઓ, સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. સાયબર હુમલા ભારતની સુરક્ષા માટે ગંભીર ખતરો છે. આ હુમલાઓ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર પડકાર ઉભો કરી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણી આવતાં જ ઘૂસણખોરી વધી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી તેજ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે ડોડા, કિશ્તવાડ, રામબનની આઠ બેઠકો અને દક્ષિણ કાશ્મીરની અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયાંની 16 બેઠકો પર મતદાન યોજાનાર છે.

Next Article