પાકિસ્તાન તેની કરતુતોથી બચી રહ્યું નથી. એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ભારત સાથે વાતચીત કરવાની આજીજી કરી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાન ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે. તાજેતરનો મામલો પંજાબના ગુરદાસપુરનો છે. અહીં BSF જવાનોએ પાકિસ્તાન તરફથી આવતા એક શંકાસ્પદ ડ્રોનનો પીછો કર્યો હતો. આટલું જ નહીં, જ્યારે BSF જવાનોએ જે વિસ્તારમાં ડ્રોન જોયુ હતુ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો તેમને એક પેકેટ મળ્યું હતું.
તપાસ દરમિયાન BSF જવાનોને ગુરદાસપુરના ઉંચા ટકલા ખાતેથી પેકેટ મળ્યા હતા, તેની અંદરથી મેડ ઇન ચાઇના લખેલ 4 પિસ્તોલ, 8 મેગેઝીન અને 47 રાઉન્ડ ગોળી મળી આવ્યા હતા, જેની તસવીર પણ સામે આવી છે. બીએસએફના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું છે કે, જે વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યું હતુ તે વિસ્તારમાં હજુ પણ બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.
Last night BSF troops heard humming sound of a suspected drone coming from Pak side & fired on it. During search,a packet was found in Uncha Takala, Gurdaspur. 4 pistols (made in China), 8 magazines & 47 rounds found inside the packet. Search in the area underway: PRO, BSF Punjab pic.twitter.com/UoUTc0neRl
— ANI (@ANI) January 18, 2023
મળતી માહિતી મુજબ, પેટ્રોલિંગ દરમિયાન ગુરદાસપુરના ઉંચા ટકલામાં મોડી રાત્રે પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી. આ પછી BSF જવાનોએ તેના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના કારણે ડ્રોન ફેન્સિંગ ઉપરથી પાકિસ્તાન તરફ ફરી ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન લાંબા સમય સુધી ભારતીય સરહદમાં ઘૂમતું રહ્યું.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનથી ડ્રોન દ્વારા સતત ભારતમાં ડ્રગ્સ અને હથિયારો મોકલવામાં આવે છે. નવા વર્ષથી ગુરદાસપુરમાં પાકિસ્તાની ડ્રોનની ગતિવિધિ 6 વખત જોવા મળી છે. BSFએ કહ્યું કે પાકિસ્તાન તરફથી દરેક નાપાક ષડયંત્રનો તૈયાર જવાનો તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
Published On - 8:05 am, Wed, 18 January 23