પાકિસ્તાને કહ્યું છે કે, ભારતીય સેનાની કાર્યવાહીમાં તેમના 3 સૈનિકો ઠાર થયા છે. જ્યારે ભારતીય સેનાના સૂત્રોનું કહેવું છે કે, પાકિસ્તાનના વધારે સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે. ભારતીય સૈનિકોએ સરહદ પર પાકિસ્તાનીઓને જબરજસ્ત જવાબ આપતા 3 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે. પાકિસ્તાને કરેલા સીજફાયર ઉલ્લંઘન પછી ભારતે જવાબ આપતા પાકિસ્તાનના 3 સૈનિકોને ઠાર કરવામાં આવ્યા […]
પાકિસ્તાને કહ્યું છે કે, ભારતીય સેનાની કાર્યવાહીમાં તેમના 3 સૈનિકો ઠાર થયા છે. જ્યારે ભારતીય સેનાના સૂત્રોનું કહેવું છે કે, પાકિસ્તાનના વધારે સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે.
ભારતીય સૈનિકોએ સરહદ પર પાકિસ્તાનીઓને જબરજસ્ત જવાબ આપતા 3 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે. પાકિસ્તાને કરેલા સીજફાયર ઉલ્લંઘન પછી ભારતે જવાબ આપતા પાકિસ્તાનના 3 સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે. આ વાતની પુષ્ટી કરવા માટે પાકિસ્તાની સૈન્ય દળોએ જણાવ્યું કે, રાવલ કોર્ટ સેક્ટરની LOC પર આવેલી તેમની ટુકડીના 3 સૈનિક ઠાર થયા છે.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
પરંતુ ભારતીય સેનાનું કહેવું છે કે, LOC પર સીજફાયર ઉલ્લંઘન પછી ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં થયેલા મોટા નુકશાનને પાકિસ્તાન ઓછુ નુકશાન થયુ છે તેમ દર્શાવી રહ્યુ છે.
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાની નિયંત્રણ રેખા (OC) પર પાકિસ્તાની સેના તરફથી કરાવામાં આવેલી ફાયરીંગમાં BSFના એક ઈન્સપેક્ટર શહિદ થયા હતા. ત્યાં 5 વર્ષની બાળકીની સાથે 2 વ્યક્તિઓના મોત થયા હતા. જેમાં અન્ય 24 લોકો પણ ઘાયલ થયા હતા.
અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ આ ફાયરીંગમાં 6 ઘર પણ ફાયરીંગની ઝપેટમાં આવી ગયા હતા અને ઘણુ નુકશાન થયુ હતુ. જેમાં કેટલાક લોકો પણ ઘાયલ થયા હતા. પાકિસ્તાને પુંછ અને રાજૌરી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ યુદ્ધ વિરામનો ભંગ કરતા પુંછ સેક્ટરની મુખ્ય ચોકીઓ પર તોપ ગોળાઓ ફેક્યા હતા. જેમાં BSFની 168 બટાલિયનના ઇન્સપેક્ટર ડી એલેક્સ લાલમિનલુમ સહિત 5 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.