Breaking News : સીઝ ફાયરનું ઉલ્લંઘન, કચ્છના હરામીનાળાની નજીક ફરી દેખાયું ડ્રોન, શ્રીનગરમાં સંભળાયા ધડાકા, જુઓ Video

ગુજરાતના કચ્છ જિલ્લાના હરામીનાળાની નજીક ફરી એકવાર શંકાસ્પદ ડ્રોન જોઈ મળતા સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સતર્કતા અપનાવી છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાની ડ્રોનોએ ફરીવાર ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો છે.

Breaking News : સીઝ ફાયરનું ઉલ્લંઘન, કચ્છના હરામીનાળાની નજીક ફરી દેખાયું ડ્રોન, શ્રીનગરમાં સંભળાયા ધડાકા, જુઓ Video
| Updated on: May 10, 2025 | 9:35 PM

ગુજરાતના કચ્છ જિલ્લાના હરામીનાળાની નજીક ફરી એકવાર શંકાસ્પદ ડ્રોન જોઈ મળતા સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સતર્કતા અપનાવી છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાની ડ્રોનોએ ફરીવાર ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો છે.

કાશ્મીરની ઘાટીમાં પણ ડ્રોનની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો. માહિતી અનુસાર, કાશ્મીરના અનંતનાગ, બુડગામ, શ્રીનગર સહિતના વિસ્તારોમાં પણ ડ્રોન જોવા મળ્યા છે. આ ઘટનાએ સુરક્ષા દળોને ચિંતામાં મૂકી દીધા છે, કારણ કે પાકિસ્તાની ડ્રોન વિવિધ સ્થળોએ તસ્કરી, જાસૂસી કે હુમલાના પ્રયાસ માટે ઉપયોગમાં લેવાતાં હોય છે.

યુદ્ધવિરામ પછી પણ શાંતિ નહીં

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં 86 કલાક ચાલેલા ઘર્ષણને અંત આપીને શનિવાર સાંજે 5 વાગ્યે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. જોકે, માત્ર ચાર કલાક પછી પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. શનિવારે રાત્રે, પાકિસ્તાની દળોએ જમ્મુ અને કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ભારે ગોળીબાર કર્યો હતો.

બારામુલા જિલ્લામાં ડ્રોનન વિસ્ફોટ

શંકાસ્પદ ડ્રોનને લઈને બારામુલા જિલ્લામાં વિસ્ફોટની પણ ઘટના નોંધાઈ છે. આ સાથે, અખનૂર, રાજૌરી અને આર.એસ.પુરા વિસ્તારમાં પણ પાકિસ્તાને તોપમારો કર્યો હોવાનું સામે આવ્યું છે.

ભારત દ્વારા મજબૂત જવાબ

સુરક્ષા સત્તાવાળાઓએ જણવ્યું છે કે જમ્મુના પાલનવાલા સેક્ટરમાં પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું છે. દેશની સુરક્ષાને ધ્યાને રાખીને ભારતીય દળોને પણ જરૂરી પગલાં લેવા અને જવાબ આપવાની સૂચના આપવામાં આવી છે.

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 9:29 pm, Sat, 10 May 25