કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા હોવા છતા પદ્મશ્રી ડોકટરનુ થયુ મૃત્યુ- અન્ય તબીબોએ કહ્યુ સંશોધનનો વિષય

|

May 18, 2021 | 4:55 PM

ઓલ ઈન્ડિયા મેડીકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને પદ્મશ્રી ડોકટર કે કે અગ્રવાલનું કોરોનાથી મૃત્યુ થયુ છે. ડોકટર અગ્રવાલે કોરોના રસીના બન્ને ડોઝ લીઘા હતા છતા તેમના નિધન અંગે અન્ય નિષ્ણાંત તબીબો કેટલાક કારણોને જવાબદાર ગણાવે છે.

કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા હોવા છતા પદ્મશ્રી ડોકટરનુ થયુ મૃત્યુ- અન્ય તબીબોએ કહ્યુ સંશોધનનો વિષય
કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા હોવા છતા પદ્મશ્રી ડોકટરનુ થયુ મૃત્યુ- અન્ય તબીબોએ કહ્યુ સંશોધનનો વિષય

Follow us on

કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા હોવા છતા, ઓલ ઈન્ડિયા મેડીકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને પદ્મશ્રી ડોકટર કે કે અગ્રવાલનું કોરોનાથી અવસાન થયુ. ડોકટર અગ્રવાલના નિધન અંગે મેંદતા હોસ્પિટલના તબીબનું કહેવુ છે કે, આવા કિસ્સામાં ધણા કારણો હોઈ શકે છે પરતુ તેનુ ચોક્કસ કારણ જાણવા સંશોધન જરૂરી છે. કોરોનાનું સંક્રમણ જ મૃત્યુ માટે જવાબદાર ગણી શકાય.

તાજેતરમાં જ જે લોકોએ કોરોનાની રસી લીધી તેમાથી કેટલાકને કોરોના થયો છે જરૂર, પરંતુ તેમના મૃ્ત્યુ થાય એટલી હદે સંક્રમણનો ભોગ નથી બન્યા. ત્રણ તબક્કે હાથ ધરાયેલ ટ્રાયલમાં મૃત્યુઆંક શુન્ય જણાયો હતો. પરંતુ સ્થિતિ વાસ્તવિકતાથી અલગ હોઈ શકે છે. બની શકે છે કે રસીના બન્ને ડોઝ લીધા પછી એન્ટીબોડી ડેવલપ ના થઈ હોય. એનો મતલબ એવો નથી કે, રસી કોરોના સામે કારગર નથી. વાસ્તવિકતામાં તો અપવાદને બાદ કરતા રસી જ કોરોના સામે રક્ષણ આપી શકે છે.

રસીકરણ પછી પણ રિપોર્ટ પોઝીટીવ આવી શકે 
આંધ્રપ્રદેશના ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો.નરેલા સુબ્રમણ્યમે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા who વારંવાર કહ્યું છે કે રસી તમને કોરોના પોઝીટીવ ના બનાવે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોવિડના સમયગાળા દરમિયાન રસી લે, તો તેનો રીપોર્ટ પોઝીટીવ આવી શકે છે. પણ એવુ પણ બની શકે છે કે, રસી કેન્દ્રમાંથી ચેપ લાગ્યો હોય છે અથવા રસીકરણ થયા પછી જ તેઓ પોઝીટીવ થયા હોય.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

‘ટ્રાયલ દરમિયાન કોઈનું મોત થયું નથી
ગયા વર્ષે કોરોના રસીના પરીક્ષણના તબક્કા ત્રણ ટ્રાયલ હાથ ધરાઈ હતી. ત્યારે એવું સામે આવ્યુ હતુ કે, રસી લાગુ કર્યા પછી પણ, 25 થી 30 ટકા લોકોને કોરોના થયો હોય. જો કે, આ રસીના પ્રારંભિક તબક્કામાં એટલે કે રસી જ્યારે શોધવા માટે હાથ ધરાયેલ કાર્યવાહી દરમિયાન સામે આવ્યુ હતું. ટ્રાયલ રસી લેનારા બધા વોલિયન્ટર્સમાં કોરોનાનુ હળવા લક્ષણો હતા. આમાથી કોઈને ગંભીર સ્થિતિ થઈ હોય અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હોય તેવી સ્થિતિ નહોતી સર્જાઈ.

તેમણે કહ્યું કે આજથી લગભગ બે મહિના પૂર્વે, જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર નહોતી, ત્યારે એવું પણ માનવામાં આવતું હતું કે રસીના બંને ડોઝ લીધા પછી, વેન્ટિલેટર પર જઈને, આઈસીયુમાં દાખલ થવાની સ્થિતિ નથી સર્જાતી કે પછી આ સ્તરે આરોગ્ય કથળે અને જીવ જાય તેમ નથી બનતુ. પરંતુ હવે એ ધારણા બદલાઈ ગઈ છે. અનેક ડોકટર, ફ્રન્ટલાઈન વર્કર, પત્રકારોના જીવ પણ ગયા છે.

કોરોનાની બીજી લહેરમાં 269 ડોકટરોનાં મોત
કોવિડ -19 સંક્રમણની બીજી લહેરમાં 250 થી વધુ ડોકટરો મૃત્યુ પામ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના અહેવાલ અનુસાર, કોરોનાની બીજી તરંગમાં કુલ 269 ડોકટરોએ જીવ ગુમાવ્યો છે. આ બધા ડોક્ટરમાં સૌથી નાના અને યુવાન ડોકટરો પણ છે. જેમની ઉંમર 30 થી 55 વર્ષની વચ્ચે છે.

આઇએમએ અનુસાર, કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ સંખ્યામાં ડોકટરો ગુમાવ્યા છે. બિહારમાં અત્યાર સુધીમાં કુલ 78 ડોકટરોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના કુલ 37 અને દિલ્હીમાં 28 તબીબોના મોત થયા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં 22 ડોકટરો, તેલંગાણામાં 19 ડોકટરો, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના 14 ડોકટરોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

Next Article