સ્પાઈસ જેટની ફ્લાઈટના દરવાજામાંથી ઓક્સિજન લીક થઈ રહ્યો હતો, પાઈલટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

પ્લેનના દરવાજામાંથી ઓક્સિજન લીક થયો હતો. થોડીક સેકન્ડોમાં, પાઇલટે સમજદારી બતાવીને વિમાન ટેકઓફ કરે તે પહેલા જ રનવે પર પાછું લાવ્યા અને મોટો ખતરો ટળી ગયો. જો વિમાને ટેકઓફ કર્યુ હોત તો, મુસાફરોને શ્વાસની ગંભીર તકલીફ થઈ શકી હોત.

સ્પાઈસ જેટની ફ્લાઈટના દરવાજામાંથી ઓક્સિજન લીક થઈ રહ્યો હતો, પાઈલટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી
SpiceJet flight from Patna to Guwahati (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 8:41 AM

સ્પાઈસ જેટની (SpiceJet) પટનાથી ગુવાહાટી જઈ રહેલી ફ્લાઈટના દરવાજામાંથી ઓક્સિજન લીક (Oxygen leak) થઈ રહ્યો હતો, પરંતુ વિમાનના પાઈલટની સમજદારીથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર પટનાથી ગુવાહાટી જવા માટે વિમાને રનવે પર ટેકઓફની તૈયારી કરી હતી. પરંતુ ત્યારે જ, ફ્યુઝલેજ ડોર વોર્નિંગ, એટલે કે મોટી એલાર્મ બેલ વાગી. આ એક એવો ખતરનાક સંકેત છે કે તેને અવગણવાનાં પરિણામો તદ્દન ભયાનક હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ એરક્રાફ્ટની અંદર ઓક્સિજનની અછતની ચિંતાજનક નિશાની છે. શનિવારે ઉડાન ભરતા પહેલા પટનાથી ગુવાહાટીની ફ્લાઇટમાં (Patna to Guwahati Flight) ઓક્સિજનની આ જ ઉણપ આવવા લાગી હતી. સદનસીબે પ્લેને સ્પીડ પકડી ના હતી નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત.

પ્લેનના દરવાજામાંથી ઓક્સિજન લીક થઈ રહ્યો હતો. થોડીક સેકન્ડો બાદ પાયલટે સ્પીડ મેળવતા પહેલા પ્લેનને રનવે પર પરત કરી દીધું અને પછી મોટો ખતરો ટળી ગયો. જો પ્લેન ટેક ઓફ થયુ હોત તો પટનાના મુસાફરોને શ્વાસની મોટી સમસ્યા થવાની ખાતરી હતી. જો આ પ્રકારે વિમાનમાં ઓક્સિજનની ઉણપ લાંબા સમય સુધી રહે તો ઓક્સિજન વિના વ્યક્તિનો શ્વાસ પણ બંધ થઈ શકે છે.

રનવે પરથી ટેકઓફ કરતી વખતે એરક્રાફ્ટની સ્પીડ ઘણી વધારે હોય છે. પટના એરપોર્ટના રનવેની સૌથી મોટી સમસ્યા એ છે કે રનવે પૂરો થતાની સાથે જ એરપોર્ટના થોડાક પગથિયાં પર બાઉન્ડ્રી વોલ છે. આવી સ્થિતિમાં ઈમરજન્સી બ્રેક લેવા છતાં પ્લેનની બાઉન્ડ્રી વોલ સાથે અથડાવાનું નિશ્ચિત હતું. બીજું, જો પાયલોટે ટેકઓફ કરવાનું પસંદ કર્યું હોત, તો એરક્રાફ્ટની અંદરની હવામાં ઓક્સિજનની તીવ્ર અછત સર્જાઈ શકી હોત. ફ્લાઇટ એક વાર ટેકઓફ થયા પછી, પ્લેનને લેન્ડિંગ કરાવવામાં ઓછામાં ઓછા દસથી 15 મિનિટનો સમય લાગે અને એટલા સમયગાળામાં મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

જમીન જેટલું જ હવાનું દબાણ અનુભવાય

એરક્રાફ્ટનું એન્જિન અત્યંત દબાણવાળી હવામાં વધુ ગરમ થતુ હોય છે. જેને બ્લીડ એર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિમાનની કેબિનમાં હવા સાથે ભળવા માટે ઘણી પ્રક્રીયા પછી ઠંડુ થાય છે. તે આઉટફ્લો વાલ્વ દ્વારા કેબિનમાં અંદર છોડવામાં આવે છે. પ્રેશર સેન્સર કેબિનમાં હવાનું સ્તર જાળવી રાખે છે. આ પ્રક્રિયા પછી જ 30 હજાર ફૂટની ઉંચાઈએ મુસાફરોને શ્વાસ લેવામાં કોઈ સમસ્યા નથી થતી. વિમાનની આ ટેકનિકને કારણે જ યાત્રીઓને વિમાનની અંદર પણ હવાનું દબાણ જમીન જેટલું જ અનુભવાય છે.

અગાઉ પણ કેટલાક કારણોસર પ્લેનમાં ઓક્સિજનની કમી હતી

સ્પાઇસજેટની પટના અમદાવાદ ફ્લાઇટ 17 નવેમ્બર 2021ના રોજ આવી હતી. પ્લેન 30,000 ફૂટની ઉંચાઈ પર હતું. ત્યારે પણ ઓક્સિજનની સમસ્યા સર્જાઈ હતી. આવી સ્થિતિમાં એરક્રાફ્ટના પાયલોટે એટીસી સાથે સંપર્ક કરીને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.

કેવા પ્રકારનું જોખમ હોય

ડૉક્ટર્સ કહે છે કે વિમાનની અંદર જરૂરી દબાણ મુજબ ઓક્સિજન ના હોય તો, મુસાફરોને હાયપોક્સિયા (ઓક્સિજનની અછત)ની સમસ્યા થઈ શકે છે. જે જીવલેણ બની શકે છે. કેબિનમાં ઓક્સિજનનું ઓછું દબાણ લોહીના પ્રવાહમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધારી શકે છે, જે સાંધામાં દુખાવો, લકવો થવો કે પછી મૃત્યુ પણ નિપજી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">