AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis: નારાજ ધારાસભ્યોને મનાવવા માટે ઉદ્ધવે જેમને દુત તરીકે મોકલ્યા ગુજરાત, તેઓ પણ બળવાખોર બન્યા, ગુવાહાટી પહોંચ્યા

શિવસેના (Shiv sena) પાસે હવે વિધાનસભામાં માત્ર 13 ધારાસભ્યો બચ્યા છે. જ્યારે આ સમયના અપડેટ મુજબ એકનાથ શિંદે સાથે 42 ધારાસભ્યો હાજર છે. થોડા કલાકો પહેલા, રવિન્દ્ર ફાટક, કૃષિ પ્રધાન દાદા ભૂસે અને પૂર્વ વન પ્રધાન સંજય રાઠોડ સાથે, ગુવાહાટીની હોટેલ રેડિસન બ્લુ ખાતે પહોંચ્યા હતા.

Maharashtra Political Crisis: નારાજ ધારાસભ્યોને મનાવવા માટે ઉદ્ધવે જેમને દુત તરીકે મોકલ્યા ગુજરાત, તેઓ પણ બળવાખોર બન્યા, ગુવાહાટી પહોંચ્યા
CM Uddhav Thackeray (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 11:56 PM
Share

એકનાથ શિંદેના (Eknath Shinde) પગલાથી થયેલી ઈજા હજુ ભરાઈ ન હતી કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને બીજો મોટો આંચકો લાગ્યો. રાજકીય ઉથલપાથલ વચ્ચે (Maharashtra Political Crisis) ઉદ્ધવના નજીકના કહેવાતા રવીન્દ્ર ફાટક પણ બળવાખોર જૂથમાં જોડાયા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ઉદ્ધવ ઠાકરેએ ફાટકને સુરત મોકલ્યા હતા, જેથી તેઓ ત્યાં હાજર બળવાખોર ધારાસભ્યોને મનાવીને પાછા લાવી શકે. પરંતુ ગુજરાતમાંથી પાછા ફર્યા બાદ ફાટક પોતે બળવો કરીને ગુવાહાટી ગયા અને શિંદે જૂથમાં જોડાયા. જો કે, ફાટકની ગણતરી બળવાખોર ધારાસભ્યોમાં થતી નથી, કારણ કે તેઓ વિધાન પરિષદના નેતા છે, એટલે કે તેઓ MLA નથી પરંતુ MLC છે.

સતત પોતાના લોકોનો સાથ છોડવાથી ઠાકરે નબળા પડી રહ્યા હોય તેમ લાગે છે. તેમની પાસે હવે વિધાનસભામાં માત્ર 13 ધારાસભ્યો બચ્યા છે. જ્યારે આ સમયના અપડેટ મુજબ એકનાથ શિંદે સાથે 42 ધારાસભ્યો હાજર છે. થોડા સમય પહેલા, રવિન્દ્ર ફાટક, કૃષિ પ્રધાન દાદા ભૂસે અને પૂર્વ વન પ્રધાન સંજય રાઠોડ સાથે, ગુવાહાટીની હોટેલ રેડિસન બ્લુ ખાતે પહોંચ્યા હતા.

રવિન્દ્ર ફાટકે આ રીતે ભજવ્યો ડબલ રોલ

તમને જણાવી દઈએ કે, એકનાથ શિંદે જૂથ વતી સંજય રાઠોડ ત્રણ મુદ્દાની દરખાસ્ત લઈને સુરતથી મુખ્યમંત્રીના વર્ષા બંગલે પહોંચ્યા હતા. આમાં, એકનાથ શિંદે દ્વારા ઉદ્ધવ ઠાકરે દ્વારા મોકલવામાં આવેલા ત્રણ મુદ્દાના પ્રસ્તાવ હેઠળ, બળવાને ડામવા માટે પ્રથમ શરત એ હતી કે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે સરકાર બનાવવી જોઈએ. બીજી શરત દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવાની હતી. ત્રીજી શરત તરીકે એકનાથ શિંદેએ પોતાને ડેપ્યુટી સીએમ બનાવવાની શરત મૂકી હતી.

આ પછી શિવસેનાએ વર્ષા બંગલામાંથી ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા મિલિંદ નાર્વેકર અને રવીન્દ્ર ફાટકને સંદેશવાહક તરીકે મોકલ્યા હતા. અહીં એકનાથ શિંદેએ તેમની દરખાસ્તોને સહેજ વળાંક આપતા, તેમને ઉદ્ધવ ઠાકરે પાસે પરત મોકલ્યા હતા. આ વખતે એકનાથ શિંદેએ પોતાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની જીદ છોડી દીધી હતી. તેમના નવા બે મુદ્દાના પ્રસ્તાવમાં, પ્રથમ શરત હતી કે ઉદ્ધવ ઠાકરેએ મહા વિકાસ અઘાડીમાંથી બહાર આવવું જોઈએ અને બીજી શરત એ હતી કે શિવસેનાએ ભાજપ સાથે સરકાર બનાવવી જોઈએ.

દુત મોકલવા દરમિયાન રમાઈ ગઈ આ રમત

એટલે કે એકનાથ શિંદેના સંદેશવાહક સંજય રાઠોડે સીએમ ઉદ્ધવ ઠાકરેને સેટ કરી દીધા. હવે ઉદ્ધવ ઠાકરેના એ જ દૂત રવિન્દ્ર ફાટક, એકનાથ શિંદેના ખાસ દૂત સંજય રાઠોડ સાથે મળીને મુંબઈથી સુરત ગયા, સુરતથી મુંબઈ પાછા ફર્યા અને પછી મુંબઈથી ગુવાહાટી પહોંચ્યા. અન્ય 40 થી વધુ ધારાસભ્યોની જેમ તેઓએ પણ બળવો કર્યો.

g clip-path="url(#clip0_868_265)">