Covid Vaccine: દેશમાં 161 કરોડથી વધુ રસીના ડોઝ લગાવાયા, સંપૂર્ણ રસીકરણ કરાયેલા લોકોની સંખ્યા 68 કરોડને પાર

|

Jan 22, 2022 | 11:58 PM

શનિવારે દેશમાં કોરોના વાયરસના 3,37,704 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 21,13,365 થઈ ગઈ છે, જે છેલ્લા 237 દિવસમાં સૌથી વધુ છે.

Covid Vaccine: દેશમાં 161 કરોડથી વધુ રસીના ડોઝ  લગાવાયા, સંપૂર્ણ રસીકરણ કરાયેલા લોકોની સંખ્યા 68 કરોડને પાર
Corona Vaccine Booster Dose (Symbolic Image)

Follow us on

દેશમાં કોરોના(Corona)વાયરસ સામે ચાલી રહેલા રસીકરણ હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 161.81 કરોડ ડોઝ (Corona Vaccine) લગાવવામાં આવ્યા છે. આમાં શનિવારે સાંજે 7 વાગ્યા સુધી આપવામાં આવેલા 61 લાખથી વધુ ડોઝનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 92.69 કરોડ લોકોને કોવિડ રસીનો ઓછામાં ઓછો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 68.32 કરોડથી વધુ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 10 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 79,78,438 પ્રિકોશન ડોઝ (Precaution Dose)  આપવામાં આવ્યા છે.

ગયા વર્ષે 16 જાન્યુઆરીના રોજ, દેશમાં આરોગ્ય કર્મચારીઓને રસીના ડોઝ આપવા સાથે રસીકરણની શરૂઆત થઈ હતી. આ પછી, 2 ફેબ્રુઆરી, 2021 થી ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. પછીના તબક્કામાં અન્ય જૂથોમાં રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે 3 જાન્યુઆરીએ 15-18 વર્ષની વયજૂથના કિશોરોને રસી આપવાનું અભિયાન શરૂ થયું હતું. આ વય જૂથમાં અત્યાર સુધીમાં 4.14 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓને ત્રણ મહિના પછી જ કોવિડ-19ની રસી આપવાનો નિર્દેશ આપ્યો છે. આમાં પ્રિકોશન ડોઝ પણ શામેલ છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલે ગુરુવારે કહ્યું હતું કે 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ એક કરોડ લોકો હજુ પણ એવા છે, જેમને હજુ સુધી પ્રથમ ડોઝ મળ્યો નથી. તેમણે કહ્યું હતું કે, “25 ટકાને બીજો ડોઝ મળ્યો નથી. આ એક અધૂરૂં કામ છે. 15-17 વર્ષની વયજૂથના માત્ર 52 ટકા બાળકોને જ આવરી શકાયા છે. આવી સ્થિતિમાં વધુને વધુ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કરોએ આગળ આવવું જોઈએ. રસીની ઉપલબ્ધતા કોઈ સમસ્યા નથી.”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

6 કરોડ લોકો બીજા ડોઝ માટે બાકી

ડૉ. પૉલે કહ્યું હતું કે હજુ પણ સાડા છ કરોડ લોકો એવા છે જેમનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે. તેમણે કહ્યું, “દરેક વ્યક્તિએ તેમનો બીજો ડોઝ લેવો જોઈએ. જેઓ સંપૂર્ણપણે સુરક્ષિત નથી તેઓ માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ અન્ય લોકો માટે પણ જોખમી છે.”

શનિવારે દેશમાં કોરોના વાયરસના 3,37,704 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 21,13,365 થઈ ગઈ છે, જે છેલ્લા 237 દિવસમાં સૌથી વધુ છે. તે જ સમયે, વધુ 488 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક વધીને 4,88,884 થયો છે. જ્યારે પોજીટીવીટી રેટ 17.22 ટકા નોંધાયો હતો જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 16.65 ટકા રહ્યો હતો.

આ પણ વાંચો : Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં ફરી આંકડો 46 હજારને પાર, મુંબઈમાં કોરોનાની રફ્તાર અટકી, પુણેમાં બમણા થયા કેસ

Published On - 11:57 pm, Sat, 22 January 22

Next Article