VIDEO: આજથી દેશમાં શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરી, હોટસ્પોટ વિસ્તારોમાં લૉકડાઉન યથાવત

|

Apr 25, 2020 | 2:59 AM

કેન્દ્ર સરકારે આજથી દુકાનોને શરતોને આધિન ખોલવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ સૌથી મોટી શરત એ છે કે, તમારી દુકાન રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટર હોવી જરૂરી છે. જો કે, હોટસ્પોટ અને રેડ ઝોન વિસ્તારોમાં હાલ કોઇ છૂટછાટ આપવામાં આવી નથી. માત્ર ગ્રીન ઝોન વિસ્તાર એટલે કે, જે વિસ્તારમાં […]

VIDEO: આજથી દેશમાં શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરી, હોટસ્પોટ વિસ્તારોમાં લૉકડાઉન યથાવત

Follow us on

કેન્દ્ર સરકારે આજથી દુકાનોને શરતોને આધિન ખોલવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ સૌથી મોટી શરત એ છે કે, તમારી દુકાન રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટર હોવી જરૂરી છે. જો કે, હોટસ્પોટ અને રેડ ઝોન વિસ્તારોમાં હાલ કોઇ છૂટછાટ આપવામાં આવી નથી.

માત્ર ગ્રીન ઝોન વિસ્તાર એટલે કે, જે વિસ્તારમાં કોરોનાનો કેસ ન હોય અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય તેવા વિસ્તારોમાં જ આ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહિં કેન્દ્ર સરકારે આ દુકાનદારો માટે કેટલીક શરતો મુકી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, દુકાનમાં અડધો સ્ટાફ જ કામ કરશે. અને સ્ટાફના તમામ વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી છે. એટલું જ નહિં દુકાનમાં આવતા ગ્રાહકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ધ્યાન પણ દુકાનદારની જ રહેશે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, ગલી મહોલ્લાની દુકાનો તથા સ્ટેન્ડ એલોન શોપ અને નિવાસી પરિસરમાં આવેલી દુકાનો જ ખોલી શકાશે. શહેરોમાં માર્કેટ કોમ્પલેક્સ, શોપિંગ મૉલ, મલ્ટિબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મૉલ તો હાલ બંધ જ રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article