Operation Sindoor : ભારતીય સેનાએ એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનના 4 એરબેઝને તબાહ કર્યા, સેટેલાઈટ તસવીરો સામે આવી

સેટેલાઈટ તસવીરોએ 10 મેના રોજ પાકિસ્તાનના ચાર મુખ્ય એરબેઝ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. KAWASPACE અને MizhaVision જેવી કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરોમાં મોટા પાયે નુકસાન જોવા મળે છે. ભોલારી એરબેઝ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું, જ્યારે જૈકોબાબાદ, સરગોધા અને નૂર ખાન એરબેઝને પણ ભારે નુકસાન થયું હતું. આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનને કડક સંદેશ આપવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Operation Sindoor : ભારતીય સેનાએ એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનના 4 એરબેઝને તબાહ કર્યા, સેટેલાઈટ તસવીરો સામે આવી
Satellite images of Pakistani airbases
Image Credit source: X
| Updated on: May 11, 2025 | 8:24 PM

પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા હતા અને નવ આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કર્યા હતા. તે પછી, પાકિસ્તાનની હિંમત ઓછી ન થઈ અને તેણે ભારતના સરહદી વિસ્તારોમાં માત્ર ગોળાબાર જ નહીં કર્યા, પરંતુ ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો પણ પ્રયાસ કર્યો, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવામાં આવ્યા. પાકિસ્તાનની આ હિંમતના જવાબમાં, 10 મેની સવારે, ભારતે પાકિસ્તાનના એરબેઝને નિશાન બનાવ્યા અને ભારે નુકસાન પહોંચાડ્યું. જોકે ભારતે પહેલા ફક્ત નુકસાન વિશે વાત કરી હતી, પરંતુ હવે આ હુમલાઓની સેટેલાઈટ તસવીરો સામે આવી છે, જે નુકસાનની પુષ્ટિ કરી રહી છે.

પાકિસ્તાની એરબેઝની સેટેલાઈટ તસવીરો આવી સામે

10 મેના રોજ ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં પાકિસ્તાન વાયુસેના (PAF) ના ચાર મુખ્ય એરબેઝને ભારે નુકસાન થયું છે. ભારતીય ખાનગી સેટેલાઈટ ફર્મ KAWASPACE અને ચીની ફર્મ MizhaVision દ્વારા બહાર પાડવામાં આવેલી હાઈ-રિઝોલ્યુશન સેટેલાઈટ તસવીરોએ હુમલાઓની અસરની પુષ્ટિ કરી છે. આ હુમલાઓમાં ભારતે એર-લોન્ચ્ડ ક્રુઝ મિસાઈલો (ALCMs), કદાચ ‘બ્રહ્મોસ’નો ઉપયોગ કર્યો હતો.

ભોલારી એરબેઝ સંપૂર્ણપણે નાશ પામ્યું

PAFનું ભોલારી એરબેઝ ભારતના સૌથી ઘાતક હુમલાઓમાંના એકનું લક્ષ્ય બન્યું. KAWASPACE દ્વારા બહાર પાડવામાં આવેલ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે

  • એરબેઝનો એક મુખ્ય હેંગર સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
  • કાટમાળ ચારે બાજુ પથરાયેલો છે.
  • હેંગરની રનવેની નજીક છે જે સૂચવે છે કે તેનો ઉપયોગ ઝડપી પ્રતિક્રિયા મિશન માટે થતો હતો.

જૈકોબાબાદ એરબેઝ: મુખ્ય એપ્રોન પર હુમલો


PAF બેઝ શાહબાઝ (જૈકોબાબાદ) પર પણ ભારતીય મિસાઈલોએ હુમલો કર્યો.

  • સેટેલાઈટ તસવીરો મુખ્ય એપ્રોન પરના હેંગરને ગંભીર નુકસાન દર્શાવે છે\
  • એર ટ્રાફિક કંટ્રોલ (ATC) બિલ્ડિંગને પણ નજીવું અને સંભવિત નુકસાન થયું હોવાનો અંદાજ છે.

સરગોધા એરબેઝ : રનવે ક્ષતિગ્રસ્ત

હુમલાના થોડા કલાકો પછી સરગોધા એરબેઝની તસવીરો સામે આવી.

  • રનવે અને આસપાસના વિસ્તારને નજીવું પણ વ્યૂહાત્મક નુકસાન જોવા મળ્યું.
  • આ હુમલાઓનો ઉદ્દેશ્ય બેઝની કાર્યકારી ક્ષમતાને મર્યાદિત કરવાનો હોવાનું માનવામાં આવે છે.

નૂર ખાન એરબેઝ: ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લક્ષ્ય બનાવાયું

ચીની કંપની મિઝાવિઝન દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરો દર્શાવે છે કે

  • નૂર ખાન એરબેઝ પર ભારતનો ટાર્ગેટ ગ્રાઉન્ડ સપોર્ટ વાહનો અને ઢાળ પર હતી.
  • આ હુમલાઓનો હેતુ બેઝની લોજિસ્ટિક્સ અને સપોર્ટ સિસ્ટમ્સને નિષ્ક્રિય કરવાનો હતો.

આ હુમલાઓ પછી, સંરક્ષણ વિશ્લેષકો કહે છે કે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે આતંકવાદ સામે કાર્યવાહી ફક્ત રાજદ્વારી સ્તરે જ નહીં પરંતુ લશ્કરી શક્તિના રૂપમાં પણ કરવામાં આવશે.

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. ઓપરેશન સિંદૂર, એરસ્ટ્રાઈક અને ભારતીય સેન અંગે વધારે સમાચાર વાંચવા અમારા ટોપિકને ક્લિક કરો.

Published On - 7:58 pm, Sun, 11 May 25