Operation Sindoor : ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે

ડીજી આર્મી એર ડિફેન્સ ( DG Army Air Defence) લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી'કુન્હાએ ભારતની સૈન્ય તાકાત પર વાત કરતા કહ્યું કે, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાને એ વાત સારી રીતે સમજી જવાની જરૂર છે કે, સમગ્ર પાકિસ્તાન દેશ, ભારતીય સેનાની રેન્જમાં છે. ભારતના હુમલાથી એમને સંતાવવા માટેની જગ્યા પણ નહીં મળે.

Operation Sindoor : ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે
| Edited By: | Updated on: May 20, 2025 | 5:34 PM

પહેલગામના બૈસરનમાં પ્રવાસે આવેલા હિન્દુ પ્રવાસીઓ ઉપર મુસ્લિમ આતંકીઓએ કરેલા કાયરતાપૂર્ણ હુમલાનો બદલો લેવા માટે, ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. સરહદ ઓળગ્યાં વિના જ પાકિસ્તાનમાં તબાહી મચાવી હોવાથી, હતાશ થયેલા પાકિસ્તાને ભારત પર વળતો હુમલો કર્યો હતો. આ પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ હતી.

ભારતે પાકિસ્તાનના વળતા હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ઝીણાના દેશના 6 જેટલા મહત્વપૂર્ણ એરબેઝનો નાશ કર્યો. શું તેમને ખ્યાલ નહોતો કે ભારતીય સેના એટલી શક્તિશાળી છે કે તે આંખના પલકારામાં તેની ઊંઘ છીનવી લેશે ? આ અંગે આર્મી એર ડિફેન્સના ડિરેક્ટર જનરલ, લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી’કુન્હાએ ભારતની લશ્કરી શક્તિ વિશે વાત કરી છે.

‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી’કુન્હાએ કહ્યું કે આખેઆખુ પાકિસ્તાન એલે કે પાકિસ્તાનની એક એક ઈંચે ઈચની જમીન ભારતીય સૈન્યની રેન્જમાં છે. પાકિસ્તાનમાં ગમે ત્યાં આવેલ લક્ષ્યો પર હુમલો કરવાની ક્ષમતા છે.

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, લેફ્ટનન્ટ જનરલ ડી’કુન્હાએ કહ્યું, “આખું પાકિસ્તાન ભારતની રેન્જમાં છે.” તેમણે કહ્યું કે જો પાકિસ્તાન તેના આર્મી હેડક્વાર્ટર (GHQ) ને રાવલપિંડીથી ખૈબર પખ્તુનખ્વા (KPK) જેવા વિસ્તારોમાં સ્થાનાંતરિત કરે તો પણ તેમને ભારતના નિશાનેથી બચવા માટે ભૂગર્ભમાં ખૂબ ઊંડો ખાડો ખોદવો પડશે.

આધુનિક સ્વદેશી ટેકનોલોજીની મોટી ભૂમિકા

લેફ્ટનન્ટ જનરલ ડી’કુન્હાએ કહ્યું, ‘હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, ભારત પાસે પાકિસ્તાનને તેમની નાની યાદ અપાવવા માટે ભારત પાસે પૂરતા શસ્ત્રો છે, તેથી મોટાથી નાના સુધી, તેઓ જ્યાં પણ હોય ત્યાં આપણે નિશાને રહેશે, આખેઆખું પાકિસ્તાન આપણી રેન્જમાં છે.’ આપણે પાકિસ્તાનને ચપટીમાં મસળી નાખવા માટે સંપૂર્ણપણે સક્ષમ છીએ, ભલે તે આપણી સરહદો પર હોય કે સરહદની પેલે પાર ભૂગર્ભમાં સંતાઈને બેઠા હોય ત્યાં પણ, આપણે આખા પાકિસ્તાનનો વીરતાપૂર્વક સામનો કરવાની સાથે તેમને ખેદાનમેદાન કરવા માટે શક્તિમાન છીએ.

પાકિસ્તાને 800 થી 1000 ડ્રોન મોકલ્યા

લેફ્ટનન્ટ જનરલે જણાવ્યું હતું કે, પાકિસ્તાને છોડેલા શસ્ત્રો વહન કરતા તમામ ડ્રોનને ભારતે સફળતાપૂર્વક અટકાવ્યાં હતા, જેના કારણે કોઈપણ મોટી નાગરિક જાનહાનિ ટાળી શકાઈ છે. તેમણે કહ્યું, ‘હું કહીશ કે ચાર દિવસમાં પાકિસ્તાન તરફથી સમગ્ર પશ્ચિમી સરહદ પર 800 થી 1000 ડ્રોન આવ્યા.’ તેમાંથી મોટી સંખ્યામાં નાશ પામ્યા હતા.

એક વાત ચોક્કસ છે કે, પેલોડ વહન કરતા તમામ માનવરહિત લડાયક હવાઈ વાહનોનો હેતુ આપણી નાગરિક વસ્તીને નુકસાન પહોંચાડવાનો હતો અને વસ્તી તરફ જ ફેંકવામાં અને છોડવામાં આવ્યા હતા, અમે ખાતરી કરી હતી કે તેઓ કોઈ નુકસાન ન પહોંચાડે અને મને લાગે છે કે અમે ખરેખર તેના પુરાવા જોયા છે. પાકિસ્તાને કરેલ વળતા હુમલામાં ભારતનો કોઈ નાગરિક ઘાયલ થયો નથી.

‘જય હિન્દ જય ભારત’

“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Published On - 5:31 pm, Tue, 20 May 25