કેન્દ્ર સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે 'ઓપરેશન કાવેરી' શરૂ કર્યું છે.

સુદાનમાં 72 કલાકના યુદ્ધવિરામ બાદ ભારતીયોને બહાર કાઢવાની કામગીરી આ ઓપરેશન દ્વારા  શરૂ કરવામાં આવી છે

INS સુમેધા ઓપરેશન કાવેરી હેઠળ 278 લોકોને લઈને જેદ્દાહ પહોંચ્યુ હતુ.

પોર્ટ સુદાનથી 135 ભારતીયોની ત્રીજી બેચ IAF C-130J એરક્રાફ્ટમાં જેદ્દાહ પહોંચ્યું હતુ.

ભારતીય વાયુસેનાનું કહેવું છે કે બે IAF  C-130J એરક્રાફ્ટે પોર્ટ સુદાનમાંથી  250 થી વધુ લોકોને બહાર કાઢ્યા છે.

હિંસાગ્રસ્ત દક્ષિણ આફ્રિકાના દેશ સુદાનના બે જનરલ 72 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા.

ભારત સરકાર દ્વારા ભારતીયોને ઝડપથી સુદાનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

ભવિષ્યમાં દૂનિયાના નકશામાંથી ગાયબ થશે આ જગ્યા, જુઓ આમાં ભારત છે કે નહીં?