cyclone : તાઉ તે બાદ આવી રહ્યું છે વધુ એક વાવાઝોડુ, મે મહિનાના અંતે સર્જાશે વાવાઝોડુ

|

May 17, 2021 | 2:41 PM

આંદમાન નિકોબાર-સુમાત્રા હિન્દ મહાસાગર- બંગાળની ખાડીમાં અત્યારે દરિયાના પાણી શાંત જણાઈ રહ્યાં છે. પરંતુ દરિયા ઉપરનું તાપમાન, આ પાણીને શાંત નહી રહેવા દે. હિન્દ મહાસાગરમાં વધુ એક વાવાઝોડાને ( cyclone ) આકાર આપતુ લો પ્રેશર આ મહિનાના અંત સુધીમાં સર્જાવાની શક્યતા છે.

cyclone : તાઉ તે બાદ આવી રહ્યું છે વધુ એક વાવાઝોડુ, મે મહિનાના અંતે સર્જાશે વાવાઝોડુ
Tauktae બાદ વધુ એક Cyclone નો ભય, મે મહિનાના અંતે સર્જાશે Cyclone

Follow us on

ભારતમાં સામાન્ય રીતે મે અને જૂન મહિનામાં વાવાઝોડા ( cyclone ) ત્રાટકતા રહેતા હોય છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં સૌથી વધુ વાવાઝોડા આકાર પામે છે. અને ઓરિસ્સા, તામિલનાડુ, બંગાળમાં આ વાવાઝોડા ત્રાટકીને જાનમાલને પારાવાર નુકસાન કરતા રહે છે. હાલ ગુજરાત ઉપર તાઉ તે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. પરંતુ તાઉ તે વાવાઝોડામાંથી ઉભરીને બહાર નિકળીશુ ત્યાં જ બીજુ એક વાવાઝોડુ આ મહિનાના અંત સુધીમાં  દરિયામાં બનીને, ત્રાટકે તેવી સંભાવના છે.

આંદમાન નિકોબાર-સુમાત્રા હિન્દ મહાસાગર- બંગાળની ખાડીમાં અત્યારે દરિયાના પાણી શાંત જણાઈ રહ્યાં છે. પરંતુ દરિયા ઉપરનું તાપમાન, આ પાણીને શાંત નહી રહેવા દે. હિન્દ મહાસાગરમાં વધુ એક વાવાઝોડાને આકાર આપતુ લો પ્રેશર આ મહિનાના અંત સુધીમાં સર્જાવાની શક્યતા છે. જો કે, આ વાવાઝોડુ અરબી સમુદ્રમાં આવવાને બદલે, બંગાળની ખાડીમાં મે મહિનાના અંત સુધીમાં આગળ ધપશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દરિયાઈ તાપમાન અને ગતિવીધિ ઉપર સતત નજર રાખતા હવામાનશાસ્ત્રીનું માનવું છે કે, જે રીતે ગત સપ્તાહે તાઉ તે વાવાઝોડુ સર્જાયુ હતુ તે જ પેટર્ન ઉપર વધુ એક વાવાઝોડુ આ મહિનાના અંત સુધીમાં સર્જાઈ જશે. ખાસ કરીને આ સપ્તાહના અંત સુધીમાં વાવાઝોડા માટે અનુકુળ વાતાવરણ હિંદ મહાસાગરમાં બની જશે. અને પછી તે ધીમે ધીમે બંગાળની ખાડીમાં આગળ વધશે.

Published On - 2:09 pm, Mon, 17 May 21

Next Article