‘મહાત્મા’ બનવાની સફરથી લઇ ગાંધીજીની હત્યા પર બની છે આવી ફિલ્મો, જાણીને લાગશે નવાઇ!

Oct 02, 2018 | 2:05 PM

આજે 2 ઑક્ટોબર છે જે ભારતીયો માટે માત્ર એક તારીખ કે રાષ્ટ્રીય રજાનો દિવસ નથી પરંતુ દેશના હીરો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ છે. ગાંધીજીના વિચાર અને તેમના આદર્શો પર સમગ્ર દુનિયાના નિર્દેશકો દ્વારા ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં ગાંધીજીની સત્ય, અહિંસા અને તેમની હિંમતની વાતો રજૂ કરવામાં આવી છે. આવી જ ગાંધીજીની કેટલીક […]

મહાત્મા બનવાની સફરથી લઇ ગાંધીજીની હત્યા પર બની છે આવી ફિલ્મો, જાણીને લાગશે નવાઇ!

Follow us on

આજે 2 ઑક્ટોબર છે જે ભારતીયો માટે માત્ર એક તારીખ કે રાષ્ટ્રીય રજાનો દિવસ નથી પરંતુ દેશના હીરો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ છે. ગાંધીજીના વિચાર અને તેમના આદર્શો પર સમગ્ર દુનિયાના નિર્દેશકો દ્વારા ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં ગાંધીજીની સત્ય, અહિંસા અને તેમની હિંમતની વાતો રજૂ કરવામાં આવી છે. આવી જ ગાંધીજીની કેટલીક યાદગાર ફિલ્મોની યાદી…

ગાંધી: 1982માં હોલિવૂડ અભિનેતા બેન કિંગ્સ્લેએ ગાંધી ફિલ્મમાં ગાંધીજીના પાત્રને જાણે જીવંત કરી દીધું હતું. બોલિવૂડમાં પણ ગાંધીની ઘણી ફિલ્મો બની છે પરંતુ આ ફિલ્મ સૌથી શાનદાર અને યાદગાર બની રહી છે. જેમાં બાપુના જીવનને આબેહૂબ રીતે વર્ણવવામાં આવ્યું છે. આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Read: ગાંધીજીની 150મી જન્મજયંતિ: શું રહસ્ય છે ગાંધીજીના ચલણી નોટો પર રહેવા પાછળનું?

ધ મેકિંગ ઓફ મહાત્મા(1996): આ ફિલ્મમાં રજત કપૂરે યુવાન મહાત્મા ગાંધીનું પાત્ર નિભાવ્યું છે. જેમાં ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલે ગાંધીજીની સાઉથ આફ્રિકાની વાતોને રજૂ કરી છે. જેમાં ભારત પહોંચવા પહેલાં ગાંધીજીના જીવનને દર્શવવામાં આવ્યું છે. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા.

Read: ગાંધીજીની 150મી જન્મજયંતિ: કેવી રીતે ગાંધીજી કહેવાયા ‘રાષ્ટ્રપિતા’ ?

હે રામ (2000): કમલ હસન દ્વરા બનાવવામાં આવેલી આ ફિલ્મમાં ગાંધીજીની હત્યાનું કાવતરું દર્શાવવામાં આવ્યું છે. જે ગાંધીજીની સૌથી અલગ ફિલ્મોની શ્રેણીમાં સ્થાન ધરાવે છે. આ ફિલ્મમાં દેશના ભાગલાની વાતને ઘણી નજીકથી રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ 3 રાષ્ટ્રીય પુરસ્કાર જીતવામાં સફળ રહી હતી. જોકે ફિલ્મમાં નસીરૂદ્દીન શાહ ગાંધી બન્યા હતા જે ખાસ છાપ છોડી શક્યા ન હતા.

Read: જાણો શું છે ગાંધીજી અને સ્ટીવ જૉબ્સ વચ્ચે કનેક્શન ?, ગાંધીજીના જીવનની અન્ય રોચક વાતો માત્ર એક ક્લિક પર

લગે રહો મુન્નાભાઇ(2006): રાજકુમાર હિરાનીએ મુન્નાભાઇ સંજય દત્તની સાથે ગાંધીજીની સૌથી અલગ પ્રકારની ફિલ્મ બનાવી હતી. જેના પરથી લોકોને ‘ગાંધીગીરી’ શબ્દ મળ્યો હતો. આ ફિલ્મમાં દિલીપ પ્રભવલકરે ગાંધીજીનો રોલ પ્લે કર્યો હતો. પરંતુ આ ફિલ્મથી નવી પેઢીને ફરી એક વખત ગાંધીજીના આદર્શોનો અનુભવ થયો હતો. અને ગાંધીગીરી લોકોને માટે હંમેશા માટે યાદગાર બની ગયું છે.

Next Article