AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાઝદાન સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને જાણીતા પત્રકાર નિધિ રાઝદાન લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની ખૂબ જ સુંદર તસવીરો શેર કરીને ફેન્સને ખુશખબરી આપી છે.

Breaking News: જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાઝદાન સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
Image Credit source: RajSingh Sisodiya
| Updated on: Oct 31, 2026 | 7:35 PM
Share

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કરી લીધા છે. શનિવારે 31 ઓકટોબરને રોજ બંનેએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો શેર કરી અને પોતાના જીવનના એક નવા અધ્યાયની શરૂઆતની જાહેરાત કરી.

“ગઈકાલે એક નવી સફરની શરૂઆત થઈ,” અબ્દુલ્લાએ રાઝદાનને ટેગ કરતા લખ્યું અને સાથે એક રિંગ (વીંટી)નું ઈમોજી પણ જોડ્યું. તેમની પોસ્ટથી ખબર પડે છે કે, લગ્ન શુક્રવારે, 30 ઓક્ટોબરે થયા હતા.

રાઝદાને એ જ તસવીરો શેર કરી અને સાથે લખ્યું, “It’s done bro.” તેમની પોસ્ટમાં પણ એક રિંગનું ઈમોજી હતું. તસવીરોમાં બંને લગ્નના કપડાંમાં નજરે પડી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર લગ્નની જાહેરાત

આ જાહેરાત ત્યારે થઈ, જ્યારે હાલમાં જ રાઝદાનને અબ્દુલ્લા સાથે સાર્વજનિક રીતે જોવામાં આવ્યા હતા. બંનેએ પોતાના ફોલોઅર્સ સાથે આ અંગત માહિતી તસવીરો અને નાના કેપ્શન થકી શેર કરી હતી. અબ્દુલ્લાના પ્રથમ લગ્ન પાયલ નાથ સાથે થયા હતા. તેમણે વર્ષ 1994માં લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રો (ઝહીર અને ઝમીર) છે. એક લાંબા કાનૂની વિવાદ પછી, આ વર્ષે જુલાઈમાં સુપ્રીમ કોર્ટના આદેશથી તેમના લગ્ન સમાપ્ત થઈ ગયા.

સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા ‘છૂટાછેડા’

સુપ્રીમ કોર્ટે 31 જુલાઈ 2026ના રોજ પરસ્પર સંમતિથી અબ્દુલ્લા અને પાયલના લગ્ન સમાપ્ત કરી દીધા. બંને પક્ષો વચ્ચે સમાધાન થયા પછી કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કર્યો. તેમની સંયુક્ત અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમણે પોતાના પરસ્પરના વિવાદો સ્વેચ્છાએ ઉકેલી લીધા છે અને તેઓ એ વાત પર સહમત છે કે, હવે તેમની વચ્ચે સુલેહની કોઈ શક્યતા નથી.

સમાધાનમાં એ પણ નક્કી થયું કે, તેમની વચ્ચે ચાલી રહેલા બાકીના કેસો પાછા ખેંચી લેવામાં આવશે. કોર્ટના આદેશમાં નોંધવામાં આવ્યું કે, તેમના લગ્ન 1 સપ્ટેમ્બર 1994ના રોજ ઈંગ્લેન્ડમાં સિવિલ કાયદા હેઠળ થયા હતા. તેમાં તેમનું આ સંયુક્ત નિવેદન પણ નોંધવામાં આવ્યું કે તેઓ વર્ષ 2011થી અલગ-અલગ રહી રહ્યા હતા.

પહેલાં છૂટાછેડાની અરજી ફગાવી દેવામાં આવી હતી

સમાધાન પહેલાં, અબ્દુલ્લાએ દિલ્હી હાઈકોર્ટના 12 ડિસેમ્બર, 2023ના ચુકાદાને પડકાર્યો હતો. આ ચુકાદામાં ટ્રાયલ કોર્ટના એ નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો હતો, જેમાં અબ્દુલ્લાની છૂટાછેડાની અરજી ફગાવી દેવામાં આવી હતી.

તેમણે ક્રૂરતા અને પરિત્યાગ (સાથ છોડી દેવો)ના આધારે છૂટાછેડા માંગ્યા હતા. હાઈકોર્ટે ક્રૂરતાના તેમના આરોપોને અસ્પષ્ટ માન્યા અને ટ્રાયલ કોર્ટના ઓગસ્ટ 2016ના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

પાયલે દલીલ કરી હતી કે, સુરક્ષા સંબંધિત ચિંતાઓ અને પોતાના બાળકોના અભ્યાસના કારણે તેમને દિલ્હીમાં રહેવું જરૂરી છે. ભરણપોષણ સંબંધિત અગાઉની કાર્યવાહીમાં, હાઈકોર્ટે અબ્દુલ્લાને પાયલના ખર્ચ માટે દર મહિને 1.5 લાખ રૂપિયા અને તેમના પુત્રોના અભ્યાસ માટે 60,000 રૂપિયા પ્રતિ પુત્ર આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ નિર્દેશો અંતિમ સમાધાન અને છૂટાછેડા પહેલાં આપવામાં આવ્યા હતા.

કાયદો તમારા વિસ્તારના બાળકને ખરેખર શું અધિકાર અને વચન આપે છે?

Follow Us
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
g clip-path="url(#clip0_868_265)">