Odishaમાં 5 મેથી 19 મે સુધી 15 દિવસનું લોકડાઉન જાહેર

|

May 02, 2021 | 3:47 PM

લોકડાઉન ગાઇડલાઇન્સ મુજબ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી લોકડાઉન દરમિયાન લોકો શાકભાજી ખરીદવા 500 મીટર દૂર જઈ શકે છે.

Odishaમાં 5 મેથી 19 મે સુધી 15 દિવસનું લોકડાઉન જાહેર

Follow us on

એક બાજુ કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ કોરોનાના વધતા જતા મામલા વચ્ચે ઓડિશાના (Odisha) મુખ્યમંત્રી નવીન પટનાયકે પત્રકારોને રાજ્યના ફ્રન્ટલાઈન કોવિદ વોરિયર ગણાવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ સમયે પત્રકારોએ બેહદ શાનદાર કામ કર્યું છે. લગાતાર લોકો સુધી ખબર પહોંચાડી રહ્યા છે.તો કોરોના સાથે જોડાયેલા મુદ્દા પર જાગૃતતા ફેલાવી રહ્યા છે.

આ વિકટ પરિસ્થિતિમાં પણ પત્રકારોના કામ પ્રત્યેની ઉત્કટતા જોઈને તેમને પણ સીએમ નવીન પટનાયક દ્વારા ફ્રન્ટલાઈન કોવિડ વોરિયર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ ઓડિશામાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 5 મેથી 19 મે દરમિયાન શરૂ થશે. જો કે, આ લોકડાઉનમાંથી આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય લોકડાઉનની રસીકરણ પ્રક્રિયા પર પણ અસર નહીં પડે.
ઓડિશા સરકારે જાહેર કરેલા લોકડાઉન ગાઇડલાઇન્સ મુજબ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી લોકડાઉન દરમિયાન લોકો શાકભાજી ખરીદવા 500 મીટર દૂર જઈ શકે છે. તે જ સમયે આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

રાજ્યમાં કોવિડ -19ના ઝડપથી વધતા કેસો વચ્ચે ઓડિશા સરકારે વાયરસ સામે ટોસીલિઝુમાબ અને અન્ય દવાઓનો ઉપયોગ કરવા અંગે નિર્ણય લેવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરી છે. રાજ્ય સરકારના અધિક સચિવ (આરોગ્ય વિભાગ) પી.કે.મહાપત્રાએ તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ, મેડિકલ કોલેજના અધિક્ષક અને તમામ સીડીએમને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે કોવિડ દર્દીઓ માટે અમુક દવાઓ છે અને તે મર્યાદિત પણ છે. આ સાથે શંકાસ્પદ સંભવિત ઘણી નવી દવાઓ પણ આવી રહી છે. ઘણા ડોકટરો અને નિષ્ણાતો આવી દવાઓની ભલામણ કરી રહ્યા છે.

Published On - 3:46 pm, Sun, 2 May 21

Next Article