OCI કાર્ડ ધારકોએ તબલીગી કાર્યક્રમ અને મીડિયા કવરેજ માટે લેવી પડશે મંજુરી: ગૃહ મંત્રાલય

|

Mar 05, 2021 | 4:18 PM

ગૃહ મંત્રાલયે તેના એક નવા નિયમમાં જણાવ્યું છે કે જો કોઈ પણ ઓસીઆઈ કાર્ડધારક ભારતમાં કોઈપણ પ્રકારનું સંશોધન, મિશનરી અથવા તબલીગી કે પત્રકારત્વ સંબંધિત પ્રવૃત્તિ શરૂ કરવા માંગે છે તો તેને આ બધા માટે વિશેષ પરવાનગી લેવી પડશે.

OCI કાર્ડ ધારકોએ તબલીગી કાર્યક્રમ અને મીડિયા કવરેજ માટે લેવી પડશે મંજુરી: ગૃહ મંત્રાલય
File Image

Follow us on

ગૃહ મંત્રાલયે તેના એક નવા નિયમમાં જણાવ્યું છે કે જો કોઈ પણ ઓસીઆઈ કાર્ડધારક ભારતમાં કોઈપણ પ્રકારનું સંશોધન, મિશનરી અથવા તબલીગી કે પત્રકારત્વ સંબંધિત પ્રવૃત્તિ શરૂ કરવા માંગે છે તો તેને આ બધા માટે વિશેષ પરવાનગી લેવી પડશે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે જો આવી કોઈ પ્રવૃત્તિ શરૂ કરવી હોય તો Foreign Regional Registration Office (FRRO)ની વિશેષ પરવાનગી લેવી પડશે. વિદેશી ભારતીય જો કોઈ ફોરેન મિશન સાથે કામ કરવા કે કોઈ સંરક્ષિત વિસ્તારમાં જવા માંગે છે તો આવી સ્થિતિમાં પણ પરવાનગીની જરૂર પડશે. ઉપરાંત જો સરનામાંમાં કોઈ ફેરફાર થાય છે તો ઓસીઆઈ કાર્ડધારકોએ તેની જાણકારી FRROને આપવી પડશે.

 

તમને જણાવી દઈએ કે આ નવા નિયમોમાં એક વસ્તુને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે સરકારે તબલીગી એટલે કે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ અને પત્રકારત્વનો ઉલ્લેખ એક લાઈનમાં કર્યો છે. ગયા વર્ષે તબલીગી જમાતનાં લોકો કોરોના વાઈરસ ફેલાવવાના વિષયને લઈને ચર્ચામાં આવ્યા હતા. દિલ્હીમાં માર્ચ મહિનામાં આ ચર્ચામાં સખત નિંદા કરવામાં આવી હતી. દેશભરમાં તેમનાથી સંબંધિત કોરોનાના ઘણા કેસો હતા.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

OCI શું છે?

OCI કાર્ડધારક એટલે ભારતીય મૂળના લોકો કે જેમની પાસે બીજા દેશની નાગરિકતા હોય. પરંતુ આ OCI કાર્ડથી તેમને ભારતમાં કેટલાક હક મળે છે. જણાવી દઈએ કે આ કાર્ડ એઆરઆઈથી અલગ છે. ભારતીય બંધારણમાં બે દેશોની સાથે નાગરિકતાની જોગવાઈ નથી. ભારતનો ઓસીઆઈનો દરજ્જોએની નજીકનો છે.

 

આ પણ વાંચો: સુશાંત સિંહ ડ્રગ્સ કેસ: એનસીબીએ કુલ 52,000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી, રિયા સહિત 33 આરોપીઓ, 200 લોકોને સાક્ષી બનાવ્યા

Next Article