OBC Bill: રાજ્યસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર

|

Aug 11, 2021 | 6:06 PM

Monsoon session of Parliament: OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ આજે રાજ્યસભામાં પણ પસાર થયુ છે. આ બિલ પસાર થતા હવે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગ (OBC) ની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે.

OBC Bill: રાજ્યસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર
RajyaS abha ( file photo)

Follow us on

OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ લોકસભા બાદ આજે રાજ્યસભામાં પણ પસાર થતા હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગ (OBC) ની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. રાજ્યસભામાં લંબાણપૂર્વકની ચર્ચા બાદ, OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ પસાર થયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભામા OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે ગઈકાલે 10 ઓગસ્ટને મંગળવારે પસાર કરાયુ હતુ.  લોકસભામાં આ બિલના સમર્થનમાં 385 સભ્યોએ મત આપ્યો હતો. કોઈ સભ્યોએ OBC અનામત માટે બંધારણ સુધારણા બિલનો વિરોધ કર્યો નથી. એટલે કે OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ સર્વાનુમતે લોકસભામા પસાર કરાયુ હતું.

આ વર્ષે 5 મેના રોજ સુપ્રીમ કોર્ટે, મરાઠા અનામતને લગતા કેસ પર સમીક્ષા કરવાની અરજીની સુનાવણી કરવાની માંગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 102 માં બંધારણીય સુધારા બાદ માત્ર કેન્દ્રને જ OBC યાદી જાહેર કરવાનો અધિકાર છે. રાજ્યોને નહી.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

બિલમાં શું જોગવાઈ છે?
કેન્દ્ર સરકાર દ્વારા OBC અનામત માટેના સુધારા બિલમાં એવી જોગવાઈ છે કે હવે રાજ્ય સરકારો OBC ની યાદી તૈયાર કરી શકશે. એટલે કે હવે રાજ્યોને ઓબીસીમાં કોઈપણ જ્ઞાતિનો સમાવેશ કરવા માટે કેન્દ્ર પર આધાર રાખવો પડશે નહીં. આનો અર્થ એ થયો કે હવે રાજ્ય સરકારો તેમના ઓબીસી સમુદાયમાં કોઈપણ જાતિનો સમાવેશ કરી શકશે. તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી નહી લેવી પડે.

બિલ પસાર થતા શું અસર થશે?
સંસદના બન્ને સદન એટલે કે લોકસભા અને રાજ્યસભા દ્વારા આ બિલ પસાર કરાયા બાદ રાજ્યોને તેમના રાજ્યોની પછાતવર્ગની જાતિઓને યાદીમાં સમાવેશ કરવાનો અધિકાર મળશે. ઘણા રાજ્યોમાં અલગ અલગ જાતિઓ ઓબીસી (OBC ) અનામત માટે આંદોલન કરી રહી છે. ગુજરાતમાં પટેલ સમુદાય, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાય પોતાને ઓબીસી કેટેગરીમાં સમાવીને શૈક્ષણિક અને નોકરીમાં અનામત આપવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે રાજ્યોને અલગ અલગ જાતિઓને ઓબીસીમાં સમાવવાનો અધિકાર રહેશે. એટલે કે, કેન્દ્રને બદલે હવે OBC અનામત માટે રાજ્યો યોગ્ય નિર્ણય લઈ શકશે.

આ પણ વાંચોઃ Tokyo olympics: ટોક્યો ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ 24 વર્ષની ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા ખેલાડીનું મોત

 

આ પણ વાંચોઃ ભારતનુ ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Next Article