શુ તમે જાણો છો ? દેશના આ પોલીસ સ્ટેશનમા આઝાદી પછી એક પણ FIR નથી નોંધાઈ

|

Jan 02, 2023 | 12:28 PM

ડોડરા આદિવાસી વિસ્તારના 5 ગામની કુલ વસ્તી લગભગ 8000 જેટલી છે. આ વિસ્તારના લોકો વર્ષમાં 6 મહિના માટે દુનિયાના લોકોથી વિખૂટા પડી જાય છે.

શુ તમે જાણો છો ? દેશના આ પોલીસ સ્ટેશનમા આઝાદી પછી એક પણ FIR નથી નોંધાઈ
Not a single FIR has been registered in a police station in Himachal since independence

Follow us on

દેશમાં એક એવુ પણ પોલીસ સ્ટેશન છે જ્યા આજદીન સુધી એક પણ ફરિયાદ દાખલ કરાઈ નથી. આ પોલીસ સ્ટેશન હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના આદિવાસી વિસ્તાર ડોદરા ક્વારામાં, ચીડ ગાવ પોલીસ સ્ટેશન આવેલું છે. જ્યાં કોઈ પણ સમસ્યાને તે લોકો એક બીજા વચ્ચે જ ઉકેલ લાવી દે છે જેનું મુખ્ય કારણ તેમના દેવી- દેવતા પરની અતૂટ શ્રદ્ધા હોવાનું માનવામા આવે છે. તે લોકોનું એવુ માને છે કે પોલીસ કેસ અને કોર્ટ કાર્યવાહીમાં સમય અને પૈસાનો વ્યય થાય છે.

ચાંશલ ઘાટી સમુદ્રની સપાટીથી 14830 ફીટ ઉંચાઈએ

હિમાચલ પ્રદેશના શિમલાના આદિવાસી વિસ્તારમા ડોડરા ક્વાર ચાંશલ ઘાટીની પેલી પાર આવેલ છે. ચાંશલ ઘાટી સમુદ્રની સપાટીથી 14830 ફીટ ઉંચાઈએ આવેલી છે. ડોડરા આદિવાસી વિસ્તારના 5 ગામની કુલ વસ્તી લગભગ 8000 જેટલી છે. જે લોકો એક વર્ષમાં 6 મહિના માટે આ વિસ્તારના લોકો દુનિયાના લોકોથી વિખૂટા પડી જાય છે. જેનું મોટુ કારણે છે ત્યાં હિમવર્ષા વધુ થવાના કારણે ચાંશલ ઘાટીમા 15 થી 20 ફુટ સુધી બરફના પહાડો જોવા મળે છે. જેના કારણે તે લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકતા નથી.

લોકો અરસપરસ સમસ્યાનો ઉકેલ લાવે છે

હિમાચલના ડોડરા ક્વારાના લોકોમા એટલો સંપ છે કે જો કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો તે અરસપરસ તેનો ઉકેલ લાવી દે છે. આ લોકોને તેમના દેવી-દેવતાઓ પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોવાના કારણે તે ઝઘડા કે કોઈ પણ વિવાદનો ઉકેલ બધા લોકો મળીને લાવી દે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અન્ય આદિવાસી વિસ્તાર

સ્પીતિ : લોકોમા લોકપ્રિય એવી સ્પીતિ વેલીના પોલિસ સ્ટેશનમાં સામાન્ય રીતે એક મહિનામા 5-6 જેટલી FIR નોંધવામા આવે છે. જ્યારે કાજા જેવા આદિવાસી વિસ્તારમાં વર્ષની 12 થી 15 FIR નોંધવામા આવે છે.

કિન્નૌર : કિન્નૌર પણ હિમાચલનો આદિવાસી વિસ્તાર છે. આ વિસ્તારમા ક્રાઈમનો ગ્રાફ ઓછો છે તો પણ એક મહિનામા 2 થી 3 FIR જ નોંધાવવામા આવે છે.

ચંબા : ચંબા જીલ્લાના વિસ્તારોના આદિવાસી વિસ્તારોના પોલીસ સ્ટેશનમા મહિનાની 2-3 FIR નોંધાવવામા આવે છે.

ચિરગામના પોલીસ સ્ટેશનમા 7 FIR નોંધાઈ

1947 પછી ડોદરા ક્વાર ચિરગાંવ પોલીસ સ્ટેશનમાં કુલ 7 ફરિયાદો મળી હતી. આ તમામ ફરિયાદો તેમના પરસ્પર ઝઘડાઓ અને જમીન સંબંધિત બાબતોની ફરિયાદ નોધાવી હતી. જેના સમાધાન માટે એક બીજાને મળીને કરી દે છે. વર્ષ 2016માં ડોદરા ક્વારમાં પોલીસ ચોકી બનાવવામાં આવી હતી. તેનું પોલીસ સ્ટેશન ચિરગાંવ બનાવવામાં આવ્યું હતું, જે ડોદરા ક્વારથી લગભગ 100 કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન બનાવવામા આવ્યુ છે.

 

Next Article