કોર્ટમાં હાજર ના થવાનું પડ્યુ ભારે, પંજાબ વિધાનસભાના અધ્યક્ષ-2 પ્રધાન સામે બિનજામીનપાત્ર વોરંટ

|

Aug 31, 2022 | 10:35 AM

પંજાબ વિધાનસભાના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના નેતા કુલતાર સિંહ સંધવાન, તેમજ બે કેબિનેટ મંત્રીઓ ગુરમીત સિંહ મીત હરે અને લાલજીત સિંહ ભુલ્લર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (Non-bailable warrant) જાહેર કરવામાં આવ્યું છે.

કોર્ટમાં હાજર ના થવાનું પડ્યુ ભારે, પંજાબ વિધાનસભાના અધ્યક્ષ-2 પ્રધાન સામે બિનજામીનપાત્ર વોરંટ
Kultar Singh Sandhwan

Follow us on

પંજાબની એક કોર્ટે મંગળવારે વિધાનસભાના સ્પીકર (Speaker of the Legislative Assembly) અને આમ આદમી પાર્ટીના નેતા કુલતાર સિંહ સંધવાન, બે કેબિનેટ મંત્રીઓ ગુરમીત સિંહ મીત હરે અને લાલજીત સિંહ ભુલ્લર સહિત નવ લોકો વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (Non-bailable warrant) જાહેર કર્યું છે. ઓગસ્ટ 2020માં અમૃતસર અને તરનતારનમાં ધરણા દરમિયાન આ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ લોકો મંગળવારે આ જ કેસમાં હાજર થયા ન હતા. જે બાદ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. હકીકતમાં, ઓગસ્ટ 2020 માં, અમૃતસર અને તરનતારનના સરહદી જિલ્લાઓમાં નકલી દારૂના કારણે ઘણા લોકોના મોત થયા હતા. તે સમયે કુલતાર સિંહ સંધવાનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે સમયે કુલતાર સિંહ સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

આ વર્ષે માર્ચમાં કુલતાર સિંહ સંધવાન 117 સભ્યોની પંજાબ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. કુલતાર સિંહના દાદા અને જ્ઞાની ઝૈલ સિંહ ભાઈઓ છે. 1994માં જ્ઞાની ઝૈલ સિંહના અવસાન બાદ પૌત્ર કુલતાર દ્વારા પરિવારની રાજકીય ઇનિંગ્સ આગળ ધપાવવામાં આવી છે. આમ આદમી પાર્ટીને રાજ્યની સત્તા સુધી લઈ જવામાં કુલતાર સિંહનો પણ ખાસ હાથ છે.

ગેરકાયદેસર દારૂ સામે સરકાર કડક

આ દરમિયાન પંજાબ સરકાર દારૂના ગેરકાયદે વેપારને રોકવા માટે સતત પગલાં લઈ રહી છે. આ અંતર્ગત પંજાબના આબકારી મંત્રી હરપાલ સિંહ ચીમાએ અધિકારીઓને મંગળવારે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવા કહ્યું છે. આબકારી વિભાગની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં ચીમાએ આબકારી વિભાગના અધિકારીઓને ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ બેઠક દરમિયાન ચીમાએ જણાવ્યું હતું કે આબકારી વિભાગે આ વર્ષે જુલાઈ મહિનામાં 2700 દરોડા પાડ્યા હતા અને 2998 નાકાબંધી કરી હતી. આ દરમિયાન દારૂની 15,131 બોટલ, ભારતમાં બનાવેલ વિદેશી દારૂની 7917 બોટલ, બીયરની 2596 બોટલ, રેડી ટુ ડ્રીંક દારૂની 3795 બોટલ અને 5895 લીટર ગેરકાયદેસર દારૂ મળી આવ્યો હતો. આ સાથે 320 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જ્યારે 414 FIR નોંધવામાં આવી હતી. ચીમાએ કહ્યું કે ગેરકાયદેસર દારૂના કેસમાં કોર્ટે ધરપકડ કરાયેલા 80 ટકાથી વધુ લોકોને દોષિત ઠેરવ્યા છે

Next Article