2014માં સ્ટાર્ટઅપ અને યૂનિકોર્ન સ્ટાર્ટઅપ નહતા પણ આજે તેની સંખ્યા 100થી વધારે: ગૃહપ્રધાન અમિત શાહ

|

Jul 12, 2022 | 8:09 PM

તેમણે કહ્યું, “2014માં કોઈ સ્ટાર્ટઅપ (startups) અને યુનિકોર્ન સ્ટાર્ટઅપ નહોતા, પરંતુ આજે ભારતમાં 100થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ છે. અમે વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંકમાં 71મા ક્રમે હતા અને હવે અમે 41મા સ્થાને છીએ.

2014માં સ્ટાર્ટઅપ અને યૂનિકોર્ન સ્ટાર્ટઅપ નહતા પણ આજે તેની સંખ્યા 100થી વધારે: ગૃહપ્રધાન અમિત શાહ
Home Minister Amit Shah
Image Credit source: PTI

Follow us on

દેશમાં આર્થિક મંદી અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) કહ્યું કે કોરોના મહામારી બાદ ઘણા દેશો મંદીનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણો દેશ પણ મંદી અને મોંઘવારીનો સામનો કરી રહ્યો હતો, પરંતુ હવે તે ઉભરી આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) નીતિઓને કારણે આપણે વિશ્વની સરખામણીમાં સુરક્ષિત છીએ. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ ભારતને મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝનું હબ બનાવવાની નીતિ બનાવી. દિલ્હીમાં ગૃહપ્રધાને કહ્યું કે પીએમ મોદીએ સ્ટાર્ટઅપ શરૂ કર્યું.

તેમણે કહ્યું, “2014માં કોઈ સ્ટાર્ટઅપ (startups) અને યુનિકોર્ન સ્ટાર્ટઅપ નહોતા, પરંતુ આજે ભારતમાં 100થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ છે. અમે વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંકમાં 71મા ક્રમે હતા અને હવે અમે 41મા સ્થાને છીએ. 2022માં 8.2 ટકાના દર સાથે આપણે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા દેશ તરીકે ઉભરી આવ્યા છીએ. તેમજ અત્યાર સુધીનું સૌથી વધુ GST કલેક્શન 1.62 લાખ કરોડને વટાવી ગયું છે.

આ વર્ષે રેકોર્ડ સ્તરે થશે નિકાસ: અમિત શાહ

તેમણે કહ્યું કે આઝાદી બાદ અત્યાર સુધીમાં રેકોર્ડ માત્રામાં નિકાસ થઈ છે. અગાઉ ક્યારેય આટલી નિકાસ થઈ નથી. 2022માં અમે $421 બિલિયનની નિકાસ કરી છે અને તેમાંથી $256 બિલિયન સેવાઓની નિકાસ છે. અમિત શાહે જણાવ્યું હતું કે PM મોદીએ UDAN યોજના દ્વારા ઉડ્ડયન ઉદ્યોગને આગળ વધારવા તેમજ સ્વનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ દ્વારા પ્રોડક્શન હબ બનાવવાનું કામ કર્યું હતું.

આ પણ વાંચો

કેન્દ્રીય ખાણ અને ખનિજ મંત્રી પ્રહલાદ જોષીએ કાર્યક્રમનું કર્યું ઉદ્ઘાટન

જણાવી દઈએ કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખાણ અને ખનિજ મંત્રાલય આજે દિલ્હીમાં એક કોન્ક્લેવનું આયોજન કર્યુ હતું, આ કોન્ક્લેવમાં દેશભરમાંથી ખાણ અને ખનિજ ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કેન્દ્રીય ખાણ અને ખનિજ મંત્રી પ્રહલાદ જોશીએ કર્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખનિજ ખાણ ક્ષેત્ર વિકાસની ટોચે પહોંચ્યું છે અને ખનિજ ઉત્પાદન નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્યોગ સાથે સંબંધિત હિતધારકો પાસેથી સૂચનો મેળવ્યા બાદ સરકારે ખાણ નીતિઓમાં ઘણા ફેરફારો કર્યા છે.

Next Article