Jammu Kashmir માં કોઇ આર્ટીકલ 370 પુન: સ્થાપિત નહિ કરી શકે, લોકોને ગેરમાર્ગે ના દોરો : ગુલામ નબી આઝાદ

|

Sep 11, 2022 | 5:39 PM

જમ્મુ કાશ્મીરના((Jammu Kashmir) દિગ્ગજ નેતા ગુલામ નબીએ રવિવારે બારામુલ્લામાં એક રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી કોઈ લાવી શકે નહીં.

Jammu Kashmir માં કોઇ આર્ટીકલ 370  પુન: સ્થાપિત નહિ કરી શકે, લોકોને ગેરમાર્ગે ના દોરો : ગુલામ નબી આઝાદ
Jammu Kashmir Gulam nabi Azad

Follow us on

જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir)  પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં કોંગ્રેસમાંથી(Congress)  રાજીનામું આપેલા ગુલામ નબી આઝાદે(Ghulam Nabi Azad)  મોટી જાહેરાત કરી છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં એક જાહેર સભામાં કહ્યું કે તેઓ 10 દિવસમાં તેમની નવી પાર્ટીની જાહેરાત કરશે. જમ્મુ કાશ્મીરના દિગ્ગજ નેતા ગુલામ નબીએ રવિવારે બારામુલ્લામાં એક રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી કોઈ લાવી શકે નહીં. આ માટે સંસદમાં બે તૃતિયાંશ બહુમતી જરૂરી છે. હું કલમ 370ના નામે પક્ષોને ગેરમાર્ગે દોરવા નહીં દઉં. ગુલામ નબી આઝાદે કહ્યું કે ઘણા લોકો મારા પર આરોપ લગાવે છે કે હું ભાજપનો છું, પરંતુ હું માત્ર નબીનો ગુલામ છું. કેટલાક લોકો એવો પણ આક્ષેપ કરે છે કે મેં 370ની વિરુદ્ધમાં વાત કરી હતી. પરંતુ હું ખાતરી આપું છું કે તેની વિરુદ્ધનું બિલ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવ્યું હતું અને મારે તેનો વિરોધ કરવો પડ્યો હતો.

ગુલામ નબી આઝાદે કહ્યું, ‘હું વિપક્ષનો નેતા હતો, જેણે 4 કલાક સુધી જમીન પર ધરણા કર્યા હતા. હું ક્યારેય ધર્મના નામે રક્તપાત નહીં થવા દઉં. કલમ 370 પર મારું ભાષણ ઓછામાં 200 દેશોએ સાંભળ્યું છે. મારા પર આરોપ હતો કે હું 370 પર કેમ બોલતો નથી. હું અહીં વોટ માટે લોકોને મૂર્ખ બનાવવા આવ્યો નથી. આ મૂંઝવણમાં આપણે એક લાખ યુવાનો ગુમાવ્યા છે.

જો હું ત્યાં ન હોત તો કોઈ કાશ્મીરનો અવાજ ન ઉઠાવત

ગુલામ નબી આઝાદે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસને 50થી વધુ સીટો મળી નથી. મેં જે પક્ષ છોડ્યો છે તેને બહુબેઠકો નહીં મળે. હું જમ્મુ અને કાશ્મીરના લોકોને કહેવા માંગુ છું કે ‘ તમે મને સાથ આપો હું તમને લોહી આપીશ’, જેમ બોઝે કહ્યું હતું કે “તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ”.તેમણે આગળ કહ્યું, ‘વિચારો જો હું વિરોધ પક્ષનો નેતા ન હોત તો સંસદમાં કાશ્મીરનો અવાજ કોઈએ ઉઠાવ્યો ન હોત.’

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગુલામ નબીએ કહ્યું, ‘1990ની દુર્ઘટનાએ કાશ્મીરી પંડિતો, મુસ્લિમો અને શીખો સહિત દરેકના જીવ લીધા હતા. ઘણા કાશ્મીરી પંડિતોએ ભાગવું પડ્યું. સમગ્ર કાશ્મીરમાં ભારે નુકસાન થયું હતું. આ દરમિયાન કેટલાક સાચા એન્કાઉન્ટર અને કેટલાક નકલી એન્કાઉન્ટર પણ થયા. જ્યારે હું મુખ્યમંત્રી હતો અને મને માનવાધિકાર ભંગની ફરિયાદો મળતી હતી ત્યારે આતંકવાદીઓની હત્યા પર બિલકુલ અવાજ નહોતો આવતો.

Published On - 5:32 pm, Sun, 11 September 22

Next Article