Breaking News : બિહારમાં નીતિશ કુમાર મુખ્ય પ્રધાનનું પદ છોડી શકે છે, ભાજપ કરશે નવા મુખ્યપ્રધાનની પસંદગી, નિશાંત બની શકે છે નવા DyCM

હોળી ધૂળેટીના પર્વે બિહારના રાજકારણમાં મોટા પરિવર્તનની ચર્ચા ચાલી રહી છે. એવા અહેવાલો છે કે, મુખ્ય પ્રધાન નીતિશ કુમાર બિહારમાંથી રાજ્યસભાના સાંસદ બની શકે છે. તેમના પુત્ર નિશાંત કુમારને બિહારના નાયબ મુખ્ય પ્રધાન બનાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.

Breaking News : બિહારમાં નીતિશ કુમાર મુખ્ય પ્રધાનનું પદ છોડી શકે છે, ભાજપ કરશે નવા મુખ્યપ્રધાનની પસંદગી, નિશાંત બની શકે છે નવા DyCM
| Edited By: | Updated on: Mar 04, 2026 | 6:22 PM

હોળી ધૂળેટીના તહેવારમાં બિહારના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહેવાલ છે કે, નીતિશ કુમાર બિહારમાંથી રાજ્યસભાના સાંસદ બની શકે છે. આવી સ્થિતિમાં, તેમણે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડશે. જો નીતિશકુમાર રાજ્યસભામાં જઈ રહ્યાં હોય તો, બિહારના રાજકારણમાં ભાજપ માટે એક બહુ મોટી તક હશે. વધુમાં, નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર વિશે પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિશાંતને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં, ભાજપ પાસે બિહારના મુખ્ય પ્રધાનનું પદ રહેશે.

અત્યાર સુધી, નિશાંત કુમાર રાજ્યસભા થકી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી રહ્યા હોવાના અહેવાલો વહેતા હતા. પરંતુ હવે તેમા એક એવો વળાંક આવ્યો છે અને કહેવાઈ રહ્યું છે કે, નિશાંત નહીં નીતિશ કુમાર રાજ્યસભામાં જઈ રહ્યાં છે. એક સમયે રાજ્યસભા માટે નિશાંતનું નામ લગભગ નક્કી થઈ ગયું હતું. જોકે, હવે, JDU ના કાર્યકારી પ્રમુખ સંજય ઝા દિલ્હીથી પટના જવા રવાના થયા પછી, નીતિશ કુમારની રાજ્યસભા ઉમેદવારી અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. જો નીતિશ કુમાર દિલ્હીના રાજકારણમાં જોડાય છે અને રાજ્યસભાના સભ્ય બને છે, તો બિહારમાં મુખ્યમંત્રી પદ ખાલી થઈ જશે, જેનાથી ભાજપ પોતાના ધારાસભ્યને મુખ્ય પ્રધાન પદે આરુઢ કરી શકશે.

બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ધારાસભ્યોની પક્ષવાર સંખ્યાને જોતા જનતા દળ યુનાઇટેડ બે બેઠકો જીતે તેવી શક્યતા છે. આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આવતીકાલે JDU ની બેઠક બોલાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં આ મોટા પરિવર્તનની ચર્ચા થઈ શકે છે.

નીતિશ કુમાર 2005 થી બિહારના મુખ્યમંત્રી છે. 2025 ની ચૂંટણીમાં, વિપક્ષે તેમના સ્વાસ્થ્ય વિશે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા, પરંતુ જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને તેમને 2020 કરતા પણ વધુ બેઠકો આપી. 2025 માં, નીતિશની પાર્ટીએ 85 બેઠકો અને ભાજપે 89 બેઠકો જીતી. નીતિશ કુમાર ફરી એકવાર મુખ્ય પ્રધાન બન્યા. જ્યારે તેમના પુત્ર નિશાંત બિહાર વિધાનસભાની ચૂંટણીઓથી સમાચારમાં હતા, ત્યારે આ ચર્ચા તાજેતરમાં વધુ તીવ્ર બની છે. અટકળો ચાલી રહી હતી કે, નિશાંત રાજ્યસભામાં ચૂંટાશે અને તેમને પક્ષ સંગઠનમાં મોટી જવાબદારી સોંપવામાં આવશે.

Iran-Israel war : પીએમ મોદીએ સાઉદીના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત, ભારતીયો અંગે વ્યક્ત કરી ચિંતા

Follow Us
Loading...
Unable to load recommendations.